જોફ્રા આર્ચરનો આશરે 150 પ્રતિ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફેકવામાં આવેલો બાઉન્સર બોલ સીધો સ્ટીવ સ્મિથની ડાબી બાજુ લમણામાં લાગતાની સાથે સ્ટીવ પીચ પર જ ઢળી ગયો હતો. બાઉન્સ બોલ લમણે લાગતા અને સ્ટીવ નીચે ઢળ જતાની સાથે સ્ટેડીયમમાં સન્નાટો છવાઇ ગયો હતો.


ઓસ્ટ્રેલિયન મેડિકલ સ્ટાફ મેદાન પર પહોંચ્યો અને સ્ટીવ સ્મિથને પ્રાથમિક સારવાર આપી. ત્યાર બાદ સ્મિથને પાછા પેવેલિયન લઈ જવામાં આવ્યો. ઇજાના સમયે સ્મિથ 152 બોલમાં 11 ચોગ્ગાની મદદથી 80 રન બનાવીને રમી રહ્યો હતો.
આ સમય દરમિયાન, મેદાન પર ઉપસ્થિત ઓસ્ટ્રેલિયન દર્શકો, ડ્રેસિંગ રૂમમાં ખેલાડીઓ અને કોચિંગ સ્ટીવ સ્મિથની સલામતી માટે પ્રાર્થના કરી રહ્યા હતા. નોંધપાત્ર વાત એ છે કે વર્ષ 2014 માં ઓસ્ટ્રેલિયન ઓપનર ફિલ હ્યુજીસનાં માથામાં બાઉન્સર વાગવાથી તેનું અવસાન થયું હતું. તો ભારતનાં રમણલાંબાને પણ માથામાં બોલ વાગવાથી તેનું અવસાન થયું હતું. ત્યારથી, જ્યારે પણ ક્રિકેટના મેદાન પર આવી ઘટના બને છે ત્યારે મનમાં ભયાનક યાદો તાજી થાય છે.
બાદમાં ઓસ્ટ્રેલિયાની સાતમી વિકેટ તરીકે પીટર સિડલ આઉટ થયો હતો. આ પછી સ્મિથ ફરીથી બેટિંગ કરવા ઉતર્યો હતો. તે તેની સદીથી 8 રન દૂર રહ્યો હતો અને ક્રિસ વોક્સ દ્વારા 92 રન બનાવીને LBW આઉટ થયો હતો.
જુઓ આ વિડીયોમાં, કેવી રીતે વાગ્યો સ્વીટને આર્ચરનો બોલ……
(સૌજન્ય સોની સ્પોર્ટ)
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
