આગામી દિવસોમાં જન્માષ્ટમી જેવા મોટા તહેવારો આવી રહ્યા છે. આ તહેવાર ને લઈને તંત્ર દ્વારા સઘન તૈયારીઓ કરવામાં આવી છે. ગુજરાતમાં આતંકી હુમલાની દેહશતને પગલે ગુજરાત-રાજસ્થાનની રતનપુર બોર્ડર સીલ કરવામાં આવી છે. આંતકી હુમલાની દહેશતને પગલે બોર્ડર પર હાઇએલર્ટ આપી દેવામાં આવ્યું છે. શામળાજી સહિતના તમામ યાત્રાધામ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
શામળાજી પોલીસને બુલેટ્પ્રુફ જેકેટ આપવામાં આવ્યા છે. તો પોલીસ સાથે એસઆરપીની હથિયારધારી ટુકડી પણ તહેનાત કરી દેવામાં આવી છે. બોર્ડર પરથી અવરજવર કરતાં વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે ડીજીપીના આદેશને પગલે આ બોર્ડર સીલ કરી દેવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
