Gandhinagar News/ ધોરણ 10-12ની પૂરક પરીક્ષાનો કાર્યક્રમ જાહેર

આ પૂરક પરીક્ષા (Supplementary Exams) એવા વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ તક માનવામાં આવી રહી છે

Gujarat Gandhinagar
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ની પૂરક પરીક્ષા (Supplementary Exams)ને લઈને મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે

Gandhinagar News : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ની પૂરક પરીક્ષા (Supplementary Exams)ને લઈને મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. બોર્ડે જાહેર કરેલા કાર્યક્રમ મુજબ ધોરણ-10 (SSC), ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ તેમજ સંસ્કૃત પ્રથમા અને સંસ્કૃત મધ્યમાની પૂરક પરીક્ષા 11 જૂનથી 20 જૂન 2026 દરમિયાન લેવામાં આવશે.

બોર્ડે પરીક્ષાનું સંપૂર્ણ ટાઈમટેબલ પોતાની સત્તાવાર વેબસાઇટ GSEB Official Website પર જાહેર કર્યું છે. વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળા સંચાલકોને સમયસર કાર્યક્રમ ચકાસવા સૂચના આપવામાં આવી છે.

આ પૂરક પરીક્ષા (Supplementary Exam) એવા વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ તક માનવામાં આવી રહી છે, જેઓ મુખ્ય પરીક્ષામાં અનુત્તીર્ણ રહ્યા હતા અથવા ફરી પરીક્ષા આપવા પાત્ર બન્યા છે. પરીક્ષા દ્વારા વિદ્યાર્થીઓને પોતાનું શૈક્ષણિક વર્ષ બચાવવાની વધુ એક તક મળશે.

બોર્ડ દ્વારા ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે. ધોરણ 10ના વિદ્યાર્થીઓ 15 મે 2026 સુધી અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ 14 મે 2026 સુધી અરજી કરી શકશે. વિદ્યાર્થીઓએ નિયત પરીક્ષા ફી ઓનલાઈન જ ભરવાની રહેશે. ફી ભર્યા બાદ જ ફોર્મ માન્ય ગણાશે.


આ પણ વાંચો : આજથી બોર્ડ એક્ઝામ શરૂ, 17.14 લાખ વિદ્યાર્થીઓ આપશે ધોરણ 10-12ની પરીક્ષા

આ પણ વાંચો : CBSEએ ધોરણ 10-12ની ડેટશીટ જાહેર કરી,15 ફેબ્રુઆરીથી શરૂ થશે પરીક્ષાઓ

આ પણ વાંચો : બનાસકાંઠા: 25 માર્ચે યોજાનાર જળ આંદોલન મોકૂફ,  ધોરણ 10-12ની પરીક્ષા હોવાના કારણે મોકૂફ,  બોર્ડની પરીક્ષા પછી કરશે જળ આંદોલન