“દિલ્હી કા ઠગ” સાંભળતા જ એક દ્રશ્ય આંખો સામે સાદર્શ થઇ જતું હોય છે. અને આ વાતને દિલ્હીનાં એક યુવકે સાચી પણ સાબિત કરી બતાવી છે. દિલ્હીમાં કોઇનો વિશ્વાસ કરવો એટલે ખુલી આંખે કુવામાં પડવું જેવી કહેવતને બિલકુલ માફક આવતો વિચીત્ર કિસ્સો સામે આવ્યા છે. જેમાં એક યુવક દ્વારા 20 જેટલી મહિલાઓને છેતરી અને લાખો રૂપીયા પડાવી લેવામાં આવ્યા છે.

વાત જાણે એમ છે કે, દિલ્હી પોલીસે લગ્નનાં નામે છેતરપિંડી કરનારા એક વ્યક્તિની ધરપકડ કરી છે. ઝડપાયેલો વ્યક્તિ અત્યાર સુધી 20 મહિલાઓને ચૂનો લગાવી ચૂક્યો છે. સ્થાનિક પોલીસ મુજબ, આરોપીએ સોશિયલ મીડિયા પર અલગ-અલગ નામે અનેક પ્રોફાઇલ બનાવી હતી. તે મહિલાઓને સોશિયલ મીડિયાનાં માધ્યમથી મિત્રતા કર્યા બાદ લગ્નની લાલચ આપી પોતાની જાળમાં ફસાવી લેતો હતો.

આ દરમિયાન તે પોતાને મોટો વેપારી હોવાનું જણાવતો હતો. તે કહેતો હતો કે તેના વાર્ષિક આવક ત્રીસ લાખ રૂપિયા છે. આમ કહીં લાગ જોઇને તે મહિલાને પૂરા પ્લાનિંગ સાથે ચૂનો લગાવી છનન થઇ જતો. હાલ પોલીસ દ્વારા પ્રાથમિક તપાસમાં વીસ મહિલા સાથે છેતરપંડી થયાનું સામે આવ્યું છે. તો પોલીસને આશંકા છે કે આવા વધુ કિસ્સા સામે આવી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન
