પશ્ચિમ બંગાળમાં ચૂંટણીનો શોરગુલ શરુ થઇ ચૂકયો છે. પીએમ મોદી આજે કોલકાતામાં રેલીને સંબોધિત કરી રહ્યા છે, તો મમતા બેનર્જી પણ ચૂંટણી પ્રચારની શરુઆત કરી છે. બંગાળની ચૂંટણીમાં વાકયુદ્ધ પણ તેજ બની ગયું છે. નંદીગ્રામમાં પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી સામે ચૂંટણી જંગમાં ઉતરેલા ભાજપ ઉમેદવાર શુભેન્દુ અધિકારીએ કાશ્મીરને લઇને મોટુ નિવેદન આપ્યું તો આ નિવેદનને લઇને જમ્મૂ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ જવાબીવાર કર્યો છે.

નંદીગ્રામથી ભાજપના ઉમેદવાર શુભેન્દુ અધિકારીએ મુચીપારા, બેહાલાની જનસભામાં ટીએમસી પર જોરદાર પ્રહાર કર્યો. આ દરમિયાન તેમણે ત્યાં સુધી કહી દીધું કે જો ટીએમસી ફરી સત્તામાં આવે છે તો પશ્ચિમ બંગાળ કાશ્મીર બની જશે. આ નિવેદન પછી રાજકીય ઘમાસાણ શરુ થઇ ગયું છે. જમ્મૂ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ આ નિવેદનને લઇને સખત પ્રતિક્રિયા આપી છે.
તો ભાજપના ઉમેદવાર શુભેન્દુ અધિકારીના આ નિવેદનને લઇને ઉમર અબ્દુલ્લાએ કહ્યું છે કે ભાજપવાળાના અનુસાર ઓગસ્ટ 2019 પછી કાશ્મીર સ્વર્ગ બની ગયું છે, તો પશ્ચિમ બંગાળના કાશ્મીર બનવામાં શું ખોટું છે. આમ પણ બંગાળી લોકો કાશ્મીરને પ્રેમ કરે છે અને અમને મોટી સંખ્યામાં મળે છે. આ મુર્ખામીભરી કોમેન્ટ છે. આના માટે અમે માફ કરી દઇએ છીએ.
