Bollywood/ હિના ખાન બતાવ્યું ટ્રોફીનું કલેક્શન, સેલ્ફ મેડ ગર્લનો વીડિયો જોઇને ચાહકોએ કહ્યું..

અભિનેત્રી હિના ખાન ટીવી ઉદ્યોગની ટોપની અભિનેત્રીઓમાંની એક છે, જે ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ માં અક્ષરાની ભૂમિકાથી લોકપ્રિય છે. બાદમાં તે બોલિવૂડની ફિલ્મો અને ઓટીટી પ્લેટફોર્મ્સમાં પર પણ જોવા મળી હતી જ્યાં તેને ચાહકોનો ખૂબ જ પ્રેમ મળ્યો હતો. હિના 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરી રહી છે. તાજેતરમાં જ તેણે તેના સોશિયલ […]

Entertainment

અભિનેત્રી હિના ખાન ટીવી ઉદ્યોગની ટોપની અભિનેત્રીઓમાંની એક છે, જે ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ માં અક્ષરાની ભૂમિકાથી લોકપ્રિય છે. બાદમાં તે બોલિવૂડની ફિલ્મો અને ઓટીટી પ્લેટફોર્મ્સમાં પર પણ જોવા મળી હતી જ્યાં તેને ચાહકોનો ખૂબ જ પ્રેમ મળ્યો હતો.

હિના 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરી રહી છે. તાજેતરમાં જ તેણે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો હતો જેમાં તે ટ્રોફીનું મેગા કલેક્શન બતાવતી જોવા મળી હતી. તેણે સેલ્ફ મેડ વુમનની ઉજવણી કરી.

 

View this post on Instagram

 

A post shared by HK (@realhinakhan)


વીડિયોમાં હિના Wow Womaniya ગીત પર લિપ સિંક કરતી જોવા મળી રહી છે. તેમાં તેણી પોતાનો શેલ્ફ બતાવે છે જ્યાં ઘણી ટ્રોફી રાખવામાં આવી છે. તેના કેપ્શનમાં તેણે જણાવ્યું હતું કે તે બોસ બેબેથી ફેશનની દુનિયામાં છવાઇ ગઇ.

 

View this post on Instagram

 

A post shared by HK (@realhinakhan)

વીડિયોમાં હિના ખાન પહેલાની જેમ જ સ્ટાઇલિશ લાગી રહી છે. હવે ચાહકો આ વીડિયોનો ખૂબ પસંદ કરી રહ્યા છે અને હિનાની યાત્રાની લોકો પ્રશંસા કરી રહ્યા છે. લોકો ટિપ્પણી કરતા ફાયર અને હાર્ટ ઇમોજીસ બનાવી રહ્યા છે.