Not Set/ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પવિત્ર શ્રાવણ માસનાં સોમવારે સોમનાથ મંદિરમાં આરતીનો લ્હાવો લીધો

શ્રાવણ માસ એટલે ભક્તિનો મહિનો. આ મહિનામાં લોકો પૂરી શ્રદ્ધાથી ભગવાન ભોળાનાથનાં દર્શન કરી પરિવારની સુખ-શાંતિની અરજ કરતા હોય છે. આજે પવિત્ર શ્રાવણ માસનો ત્રીજો સોમવાર છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી પરિવાર સાથે સોમનાથ દાદાનાં મંદિરે પહોંચ્યા હતા. મુખ્યમંત્રી રૂપાણીએ સોમનાથ મંદિરમાં આરતીનો લ્હાવો લીધો હતો. કહેવાય છે કે સોમનાથ મંદિરની આરતીનો લાવો લેવાથી મન […]

Gujarat Others

શ્રાવણ માસ એટલે ભક્તિનો મહિનો. આ મહિનામાં લોકો પૂરી શ્રદ્ધાથી ભગવાન ભોળાનાથનાં દર્શન કરી પરિવારની સુખ-શાંતિની અરજ કરતા હોય છે. આજે પવિત્ર શ્રાવણ માસનો ત્રીજો સોમવાર છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી પરિવાર સાથે સોમનાથ દાદાનાં મંદિરે પહોંચ્યા હતા.

મુખ્યમંત્રી રૂપાણીએ સોમનાથ મંદિરમાં આરતીનો લ્હાવો લીધો હતો. કહેવાય છે કે સોમનાથ મંદિરની આરતીનો લાવો લેવાથી મન પ્રફુલ્લિત રહે છે. મુખ્યમંત્રી રૂપાણીએ પરિવાર સાથે ધજા પૂજા કરવાનો પણ લ્હાવો લીધો હતો. ભગવાન ભોળાનાથનાં દર્શન કરવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની વહેલી સવારથી જ લાંબી કતાર જોવા મળી હતી. અહી બમ બમ ભોલેનાં નાદથી સમગ્ર સોમનાથ મંદિરનું પરિસર ગૂંજી ઉઠ્યું હતુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.