Not Set/ છોટાઉદેપુર : પાણી પુરવઠાની લાઈનમાં 20 દિવસથી ભંગાણ, તંત્ર દ્વારા રીપેરિંગ ન કરાતા પાણી વિહોણા બન્યા લોકો

ગુજરાતમાં આ વખતે વરસાદ સારો પડ્યો છે. જે જોતા લાગી રહ્યુ છે કે, હવે કોઇ ગામ પાણી વિહોણુ નહી બને. પરંતુ તંત્ર દ્વારા ક્યારેક કરવામાં આવતી બેદરકારી કે પછી અવગણનાનાં કારણે લોકોને પાણી મળવામાં મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. આવુ જ કઇક છોટાઉદેપુરથી સામે આવ્યુ છે. અહી આવેલ નસવાડીનાં સાકલ તણખલા ગામનાં ત્રણ હજાર […]

Gujarat Others

ગુજરાતમાં આ વખતે વરસાદ સારો પડ્યો છે. જે જોતા લાગી રહ્યુ છે કે, હવે કોઇ ગામ પાણી વિહોણુ નહી બને. પરંતુ તંત્ર દ્વારા ક્યારેક કરવામાં આવતી બેદરકારી કે પછી અવગણનાનાં કારણે લોકોને પાણી મળવામાં મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. આવુ જ કઇક છોટાઉદેપુરથી સામે આવ્યુ છે. અહી આવેલ નસવાડીનાં સાકલ તણખલા ગામનાં ત્રણ હજાર લોકો છેલ્લા 20 દિવસથી પીવાનાં પાણી માટે વલખા મારી રહ્યા છે.

ગામનાં સરપંચ દ્વારા તંત્રને આ અંગે 20 દિવસ પહેલા જ જાણ કરી દેવામાં આવી હતી. તેમ છતા તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન થતા આખરે સરપંચ 11 દિવસથી પોતાના ખર્ચે ટેન્કર દ્વારા ઘરે-ઘરે પાણી પહોંચાડી રહ્યા છે. પાણી પુરવઠાની લાઈનમાં 20 દિવસથી ભંગાણ થયું છે. જેનું રિપેરિંગ કામ ન થતા ગામનાં લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.

નસવાડી તાલુકાનાં સાકલ તણખલા ગામનાં 3000 જેટલા લોકોને છેલ્લા 20 દિવસથી પીવાનું પાણી ન આવતા પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે. તંત્ર ને સરપંચ દ્વારા 20 દિવસ પહેલા પાણીની સગવડ થાય તે માટે જાણ કરી દેવામાં આવી હતી પરંતુ તંત્ર દ્વારા કોઈ સુવિધા ન કરાતા આખરે ગામનાં સરપંચ દ્વારા 11 દિવસથી પોતાના ખર્ચે ટેંકર મંગાવી ઘરે-ઘરે પાણી પહોચાડવામાં આવી રહ્યુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.