Not Set/ જાહેર રસ્તા પર Zomato ગર્લે કરી ટ્રાફિક પોલીસ સાથે ગુંડાગર્દી

મુંબઈ, મુંબઈની વાશી પોલીસે Zomatoમાં કામ કરતી એક મહિલા કર્મચારીની ધરપકડ કરી છે. પકડાયેલી યુવતીનું નામ પ્રિયંકા મોગરે છે. 27 વર્ષની પ્રિયંકા પર આરોપ છે કે Zomatoની ડિલિવરી ગર્લ વશી સેક્ટર 17 માં પામ બિચ રોડ પર પાર્કિંગમાં ગાડી મૂકી હતી. આ દરમિયાન પ્રિયંકાએ ટ્રાફિક પોલીસ સાથે વિવાદ કર્યો હતો અને મામલો અપશબ્દો સુધી પહોંચ્યો […]

Top Stories India

મુંબઈ,

મુંબઈની વાશી પોલીસે Zomatoમાં કામ કરતી એક મહિલા કર્મચારીની ધરપકડ કરી છે. પકડાયેલી યુવતીનું નામ પ્રિયંકા મોગરે છે. 27 વર્ષની પ્રિયંકા પર આરોપ છે કે Zomatoની ડિલિવરી ગર્લ વશી સેક્ટર 17 માં પામ બિચ રોડ પર પાર્કિંગમાં ગાડી મૂકી હતી. આ દરમિયાન પ્રિયંકાએ ટ્રાફિક પોલીસ સાથે વિવાદ કર્યો હતો અને મામલો અપશબ્દો સુધી પહોંચ્યો હતો.

તાજેતરમાં, આ વિવાદનો એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં પ્રિયંકા મોગરે ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલને અપશબ્દો અને ધમકી આપતી જોવા મળી રહી છે. તેણે Zomato કંપનીનો ટીશર્ટ પહેર્યો છે, તેમજ તેની પીઠ પર બેગ પણ પહેરી છે. કોન્સ્ટેબલ સાથે દુર્વ્યવહાર કરતો આ વીડિયો વાયરલ થયા બાદ તેની કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે સોમવારે આરોપી પ્રિયંકાની ધરપકડ કરી હતી.

કહેવામાં આવી રહ્યું છે કે પ્રિયંકા નવી મુંબઈના સાનપાડામાં રહે છે. આ અંગે વાશીના ટ્રાફિક કોન્સ્ટેબલે ફરિયાદ કરી હતી. મળતી માહિતી મુજબ, જ્યારે ટોઇંગ વેન ગેરકાયદેસર પાર્કિંગમાં પાર્ક કરેલા વાહનોને લેવા ગઈ હતી, ત્યારે પ્રિયંકા મોગરેની ગાડી પણ ત્યાં ઉભી હતી. જેની સાથે તેણે હોબાળો મચાવ્યો હતો અને જ્યારે ટ્રાફિક પોલીસે ઇ ચલન માટે ફોટોગ્રાફ્સ લેવાનું શરૂ કર્યું હતું,. પોલીસે જોમાટો ડિલિવરી યુવતી વિરુદ્ધ કલમ 353, 393, 294,506.504 હેઠળ ગુનો નોંધ્યો છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.