Not Set/ પાકિસ્તાનની સેનાનાં જૂઠાણાંનો થયો પર્દાફાશ, ભારતીય સેનાએ દુનિયાની નજર દોરી

પાકિસ્તાનને કદાચ ગળથુંથીમાં જ જૂઠાણું પીવડાવવામાં આવ્યું હોય તેમ દરેક બાબતે જૂઠાણાં ફેલાવવાની જુની આદત છે. કોઇ પણ વાત હોય વધારીને કરવાની ટેવવાળા પાકિસ્તાનનાં રાજનેતા તો ઠીક પણ પાકિસ્તાની સૈન્ય પણ આમા અવલ છે. અને આજે પણ આવા જ એક જૂઠાણાં મામલે ભારતીય સેના દ્વારા પાકિસ્તાનની હવા કાઢી નાખવામાં આવી હતી અને આ મામલો દુનિયાની […]

Top Stories

પાકિસ્તાનને કદાચ ગળથુંથીમાં જ જૂઠાણું પીવડાવવામાં આવ્યું હોય તેમ દરેક બાબતે જૂઠાણાં ફેલાવવાની જુની આદત છે. કોઇ પણ વાત હોય વધારીને કરવાની ટેવવાળા પાકિસ્તાનનાં રાજનેતા તો ઠીક પણ પાકિસ્તાની સૈન્ય પણ આમા અવલ છે. અને આજે પણ આવા જ એક જૂઠાણાં મામલે ભારતીય સેના દ્વારા પાકિસ્તાનની હવા કાઢી નાખવામાં આવી હતી અને આ મામલો દુનિયાની સામે પાકિસ્તાની જૂઠાણાનાં સબુત તરીકે મુકવામાં આવ્યો છે.

વાત જાણે એમ છે કે, ના-પાક દ્વારા આજે ફરી કૃષ્ણાઘાટી સેક્ટરમાં ફરી આજે પણ યુદ્ધ વિરમનો ભંગ કરી ફાયરીંગ કરવામાં આવ્યું હતું. પકિસ્તાન દ્વારા કરવામાં આવેલા ભારે આર્ટીલરી ફાયરીંગમાં ભારતનાં એક સૈનિક શહીદ થયા હતા, ભારતીય સેના દ્વારા તુરંતમાં જ વીર સૈનિક અને ભારતીય આર્મીનાં નાયક રવિ રંજન કુમાર સિંહ શહીદ થયાની માહિતી ક્રમ મુજબ જાહેર કરી દેવામાં આવી હતી.

પરંતુ પાકિસ્તાની આર્મી દ્વારા પોતાના દેશમાં અને દુનિયામાં વાહવાહી મેળવવા જાહેર કરી હતી કે, પાકિસ્તાને 6 ભારતીયોને જાનહાની પહોંચાડી છે. પાકિસ્તાની સેનાનાં ડીજી આઈએસપીઆર દ્વારા છ ભારતીયને જાનહાનિ અંગેનાં ટ્વીટથી ફરી સાબિત થાય છે કે રાષ્ટ્ર તરીકે પાકિસ્તાન ફક્ત એક પ્રચાર મશીનરી છે.

કારણ કે ક્રિષ્ના ઘાટી સેક્ટરમાં આજે થઇ રહેલા ફાયરીંગમાં ભારતીય સેનાને એક જીવલેણ જાનહાની થઈ હતી અને તેની જાહેરાત પણ ભારતીય સેના દ્વારા કરી દેવામાં આવી હતી. તો ભારતીય સેના દ્વારા પાકિસ્તાન દ્વારા કરવામાં યુદ્ધવિરામના ભંગમાં ચાર બિન-જીવલેણ જાનહાની થઈ હોવાનું પણ ભારતીય સેના દ્વારા જાહેર કરવામાં આવ્યું જ હતું.

આમ પાકિસ્તાન દ્વારા છ ભારતીયની જાનહાનીનું જુઠાણું ફેલાવવામાં આવતા ભારતીય સેનનાં દ્વારા પણ તુરંતમાં જવાબ આપવામાં આવ્યો હતો અને હકીકતો દુનિયા સામે મુકવામાં આવી હતી અને પાકિસ્તાનનો અસલી ચહેરો દેખાડવામાં આવ્ય હતો. ભારતીય સેના દ્વારા આ મામલે તીખી પ્રતિક્રીયા આપતા જણાવવામાં યુદ્ધવિરામનું ઉલ્લંઘન શરૂ કરી, ભારતીય જાનહાનિના ખોટા આંકડા આપી, આંતરરાષ્ટ્રીય સમુદાયનું ધ્યાન આકર્ષવાની સાથે સાથે તાકીદે એલઓસી સાથે આગળ વધવાની અને ભારતમાં ઘુસણખોરી કરવાની પાકિસ્તાનની ઇરાદા પૂર્વકની યોજના છે.

ભારતીય સૈન્ય દ્વારા જણાવવામાં આવ્યું હતુ કે ભારત, આ તેમજ તમામ મામલે પાકિસ્તાન આર્મીથી વિપરીત છે, ભારતીય સેના  જાનહાનીઓ ક્યારેય છુપાવતી નથી. ભારત દ્વારા આજે પણ જમ્મુ-કાશ્મીરની ક્રિષ્ના ઘાટી સેક્ટરમાં પાકિસ્તાની સેના દ્વારા યુદ્ધવિરામ ભંગ કરીને ફાયરીંગ કરવામાં આવતા  ભારતીય આર્મીના નાયક રવિ રંજન કુમાર સિંહ શહીદ થયાની જાણકારી જાહેર કરી દેવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.