અમદાવાદ,
વ્યક્તિ ભાવુક થાય કે તેને ખુબ પ્રેમ ઉભરાય ત્યારે તે સામેની વ્યક્તિને ગળે મળતો હોય છે.એક સમયે કોઇને સ્પર્શીને ભેટવું અસામાન્ય ગણાતું પણ આજકાલ તમે જોતા હશો કે હગ કરવું બહુ સામાન્ય ગણાય છે.કોઇ બે સ્નેહીજનોની મુલાકાત હોય કે બે દેશોના વડાપ્રધાન પણ મળતા હોય તો ગળે મળવાની જાણે પરંપરા થઇ ગઇ છે.હગ કરવાથી એક સુખદ અનુભવ થતો હોય છે.પ્રેમ, મિત્રતા જેવી લાગણીઓને દર્શાવવાનું આ એક ઉત્તમ માધ્યમ છે.
પરંતુ શું તમે જાણો છો કે હગ કરવાની રીત પરથી વ્યક્તિના સંબંધ વિશે જાણી શકાય છે ? નથી જાણતા તો આજે જાણી લો કે તમને કોઈ વ્યક્તિ હગ કરે તો તેના પરથી તમે જાણ શકો છો કે તે વ્યક્તિના મનમાં તમારા માટે કેવી લાગણી છે.
થોડુ અંતર રાખીને હગ કરે તો…
જ્યારે કોઈ તમને નમ્રતાપૂર્ણ હગ કરશે તો તેમાં તે પ્રયત્ન કરશે કે તેમાં એકબીજાનો સ્પર્શ ન થાય.મીન્સ કે થોડુ અંતર રાખીને એ તેમને ભેટશે.આવી રીતે ગળે મળે તો સમજી લેવું કે તેને તમારી પ્રત્યે આદર છે.તમારા પ્રત્યે આદર ધરાવતી વ્યક્તિ તમને હગ કરે તે સમયે ચહેરા પર સ્મિત જોવા મળે છે.

જોરથી પીઠ દબાવીને ભેટે તો…
જ્યારે કોઈ વ્યક્તિ અત્યંત ભાવુક થઈ જાય છે ત્યારે તે સામેની વ્યક્તિને જોરથી દબાવીને ગળે લગાડે છે. જ્યારે કોઈ તમને પોતાની અત્યંત નજીક સમજે છે ત્યારે આ પ્રકારે હગ કરે છે.આવી વ્યક્તિ જ્યારે તમને ભેટે ત્યારે તેના બંને હાથ તમારા શરીરને વીંટળાઇ વળશે.ભેટતી સમયે તેનો ચહેરો પણ તમારા ચહેરાને લગોલગ લાવી મુકશે.આવી રીતે હગ કરનાર તમને પ્રેમ કરે છે તે પણ જાણી લેજો.

બે મિત્રો મળે ત્યારે…
જ્યારે બે જીગરી મિત્રો એકબીજાને મળે અને તેને હગ કરે ત્યારે તેને ગળે લગાડે છે અને તેની પીઠ થપથપાવે છે.બે મિત્રો એકબીજાના પહેલા હાથ મેળવે છે અને પછી ગળે મળે છે.ભેટ્યા પછી પીઠ થપથપાવી તે મિત્રતાની નિશાની છે.

ખભા પર માથુ રાખીને હગ કરે ત્યારે….
ખભા પર માથુ મુકીને જે બગ કરે છે તેને સ્લીપી શોલ્ડર હગ પણ કહી શકાય છે. આ પ્રકારે હગ કરી યુગલ તેનો પ્રેમ વ્યક્ત કરે છે.એકબીજા ગળાડુબ પ્રેમમાં હોય તેવા યુગલો એકબીજાના ખભા પર માથુ મુકીને હગ કરતા હોય છે.આવા સમયે છોકરીના હાથ છોકરાના ખભા પર હોય છે અને છોકરાના હાથ છોકરીની પીઠ પર હોય છે.

મજબૂત હગ
જ્યારે તમે તમારા સાથીને ઘણા સમય પછી મળો ત્યારે જે લાગણીના પ્રવાહ સાથે એકબીજાને ગળે મળો છો તેને મજબૂત હગ કહેવાય છે.

