એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ હાલ આકરા પાણીએ જોવામાં આવી રહ્યા છે. છેલ્લા બે દિવસમાં ED દ્વારા સપાટો બોલાવી દેવામાં આવ્યો છે. પહેલા કમલનાથનાં ભાણેજ રતુલ પુરી, પછી પૂર્વ કોંગ્રેસ સરકારનાં નાંણામંત્રી પી. ચિદમ્બરમ અને હાવે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાનાં સુપ્રિમો રાજ ઠાકરે EDનાં નિશાના પર છે. ED દ્વારા રાજ ઠાકરેને IL & FS પેમેન્ટ ડિફોલ્ટ કટોકટી મામલે ED સામે હાજર થવાનું ફરમાન કરવામાં આવ્યું છે.

મહારાષ્ટ્રમાં MNSનું વલણ અને કાર્ય પદ્ધતિ જોતા ED – એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા રાજ ઠાકરેને આવતી કાલે આપાયેલા હાજર હો ના ફરમાનનાં પગલે, મુંબઇ પોલીસે સીઆરપીસી કલમ 149 હેઠળ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાનાં નેતાઓ અને સભ્યોને નોટિસ ફટકારી છે અને ચેતવણી આપી છે કે જો કાયદો અને વ્યવસ્થાનું ઉલ્લંઘન કરવામાં આવશે, તો કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ મામલે શિવસેનાનાં સુપ્રિમો ઉદ્ધવ ઠાકરેને પૂછવામાં આવતા તેઓએ જણાવ્યું હતું કે, આ મામલામાં તપાસમાં કંઈ બહાર આવશે નહીં. આમ આગામી દિવસોમાં મુંબઇમાં ED દ્વારા લેવામાં આવેલા આ આકરા પગલાને કારણે મુંબઇમાં ભારેલો આગ્ની જેવી સ્થિતિ જોવામાં આવી રહી છે.
Shiv Sena Chief Uddhav Thackeray on being asked about Maharashtra Navnirman Sena (MNS) Chief summoned by the Enforcement Directorate in connection with IL&FS payment default crisis case: Nothing will come out in the investigation. pic.twitter.com/vdCiaX0XZV
— ANI (@ANI) August 21, 2019
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
