Not Set/ ધોરાજી નપા. તંત્ર કુંભ કર્ણની નિંદ્રામાં : રોડ રસ્તા પર, કાદવ- કીચડ- ગંદકીનાં સામ્રાજ્યને કારણે વકરેલો રોગચાળો

ધોરાજી માં રોડ રસ્તા ઓ બિસ્માર થયાં વાહન ચાલકો અને રાહદારી ઓ પડી રહી છે તકલીફ તો કાદવ કીચડ અને ખાબોચીયા ઓ માં પાણી ભરાયેલા જોવા મળે છે સ્થાનિક લોકો માં રોષ છલકાઈ રહ્યો છે. રાજકોટ જીલ્લાના ધોરાજી નગરપાલિકા વોર્ડ નંબર ત્રણ અને બહારપુરા રબાની નગર ગુલઝાર પાર્ક નાં  લોકો તથા અન્ય વિસ્તારો મા ઘણાં […]

Top Stories Gujarat Others

ધોરાજી માં રોડ રસ્તા ઓ બિસ્માર થયાં વાહન ચાલકો અને રાહદારી ઓ પડી રહી છે તકલીફ તો કાદવ કીચડ અને ખાબોચીયા ઓ માં પાણી ભરાયેલા જોવા મળે છે સ્થાનિક લોકો માં રોષ છલકાઈ રહ્યો છે.

રાજકોટ જીલ્લાના ધોરાજી નગરપાલિકા વોર્ડ નંબર ત્રણ અને બહારપુરા રબાની નગર ગુલઝાર પાર્ક નાં  લોકો તથા અન્ય વિસ્તારો મા ઘણાં સમય થી ગંદકી સાફ સફાઈ કાદવ કીચડ રોડ રસ્તા ઓ લઈને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.  કાદવ કીચડ ગંદકી રોડ રસ્તા ઓ લઈને મહેમાનો પણ આવતાં ડરે છે.  શાળા એ જતાં બાળકો તથા મહીલાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.  ત્યારે છેલ્લા ઘણાં વર્ષો થી રહેતાં લોકો ને નગરપાલિકા દ્વારા પ્રાથમિક સુવિધા ઓ પુરી પાડવામા ઠાગાઠૈયા કરી રહ્યા છે.  ધોરાજી નાં જેતપુર રોડ જમનાવડ રોડ,  સ્ટેશન રોડ,  જુનાગઢ રોડ જેવાં મુખ્ય માર્ગ પર પાણી ફરી વળયા છે.

ત્યારે નાનાં મોટાં અકસ્માતો છાસવારે બનતાં હોય છે અને લોકો ને પારાવાર તકલીફ વેઠવાનો વારો આવ્યો છે અવારનવાર અનેક વખત રજુઆત કરવા છતાં આનું નિરાકરણ આવતું નથી જેથી લોકો ને આંદોલન કરવા પડે છે. તંત્રનાં જવાબદાર અધિકારીઓને રજુઆતો કરવા છતાં રાજકીય આગેવાનો,  કોન્ટ્રાકટરો,  નગરપાલિકા નાં હોદદારો,  સદસયો ને ખબર હોવાં છતાં આંખ આડા કાન કરી બેઠા છે. ધોરાજી સ્લમ વિસ્તારમાં રહેતા લોકો પર  કિન્નાખોરી રાખવામાં આવે છે એવું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે.

આ બાબતે ડેપ્યુટી કલેકટર ને નગરપાલિકા પ્રમુખ તથા ચીફ ઓફિસર ને ધ્યાન દોરવા છતાં રજુઆત કરવા છતાં કુંભ કર્ણ ની નિંદ્રા સુતા હોય એવું લાગી રહ્યું છે ત્યારે રોડ રસ્તા કાદવ કીચડ ગંદકી નું સામ્રાજ્ય ખડકાયેલુ હોવાથી રોગ ચાળો વકર્યો છે જેથી સ્થાનિક લોકો માં રોષ ભભૂકી ઊઠ્યો છે.

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“MantavyaNews” એપ્લિકેશન. Click    https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.