જન્માષ્ટમી એટ્લે કૃષ્ણ જન્મના વધામણાં. પવિત્ર યાત્રાધામ ડાકોરને જન્માષ્ટમીના પર્વને ધ્યાનમાં રાખીને વિશેષ શણગારવામાં આવ્યું છે. મંદિરના શિખર ગુમ્મ્ટ, દરવાજા ની સાથે સાથે સમગ્ર મંદિરને રંગેબેરંગી લાઇટો અને ફૂલોથી શુસોભિત કરવામાં અવાયું છે.
ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવને લઈને શ્રદ્ધાળુઓમાં પણ ભારે ઉત્સાહ છે, મંદિરમાં બાલ ગોપાલ માટે વિશેષ પારણની વ્યવસ્થા વસ્થા કરવામાં આવી છે. કૃષ્ણના આ પવિત્ર યાતત્રધહમ ડાકોર ને ગોકુલિયું બંવવાની જાણે ભક્તો માં હોડ લાગી હોય તેવું લાગી રહયું છે.
યાત્રાધામમાં જન્માષ્ટમીને લઈને ભક્તો માટે વિશેષ વ્યવ્સ્થા કરવામાં આવી છે. ભક્તોની ભારે ભીડને પોહચી વળવા અને તમામ ભક્તોને દર્શનો લાભ મળી રહે તે માટે ભગવાનના દર્શનના સમય પણ વધારો કરવામાં આવ્યો છે.
જેમાં તા. 24 ઓગસ્ટ સવારે 6.30 કલાકે નિજમંદિર ખુલશે. 6.45 વાગ્યામાં મંગળાઆરતી થઇ નિત્યક્રમાનુસાર સેવાપૂજા થશે. બપોરે 1.00થી 1.30ના સમયે શ્રી રણછોડરાયજી મહારાજ પોઢી જશે. 4.45 વાગ્યે નિજમંદિર ખુલી 5.00 વાગ્યે ઉત્થાપન આરતી થયા બાદ નિત્યાક્રમાનુસાર સેવાપૂજા થશે. રાત્રિના 12.00 કલાકે શ્રીકૃષ્ણ જન્મોત્સવ થશે, પંચામૃત સ્નાન , ત્યારબાદ દાગીના અર્પણ કરવામાં આવશે. રાત્રિના 1.30થી 2.15ના ગાળામાં મોટો મુગટ શ્રીજી ને અર્પણ કરવામાં આવશે. રાત્રે 2.00 થી ૩.00ના ગાળામાં ભગવાન શ્રી ગોપાલલાલજી મહારાજ સોનાના પારણામાં ઝુલશે. ત્યારબાદ અનુકૂળતાએ મહાભોગ આરતી થઇ શ્રી રણછોડરાયજી ભગવાન પોઢી જશે.
તા.રપ ઓગસ્ટને રવિવારના રોજ નંદ મહોત્સવના દિવસે ભગવાન શ્રી રણછોડરાયજીના દર્શનનો સમય સવારના 8.45 કલાકે નિજમંદિર ખુલી 9.00 કલાકે મંગળાઆરતી થશે. ત્યારબાદ નિત્યક્રમાનુસાર સેવાપૂજા થશે. 12.30થી 1.00ના ગાળામાં નંદ મહોત્સવ ઉજવાશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
