પટના જિલ્લાનાં મોકામાથી બાહુબલી અપક્ષ ધારાસભ્ય અનંતસિંહે ગુરુવારે મોડી રાત્રે તેમનો ત્રીજો વીડિયો બહાર પાડ્યો હતો. જેમા તેમણે કહ્યું કે, તે પોલીસ સમક્ષ નહી, કોર્ટમાં શરણાગતિ સ્વીકારશે. આપને જણાવી દઇએ કે, અનંત સિંહનાં ઘરેથી એકે-47 રાઇફલ અને ગ્રેનેડ મળી આવ્યા હતા અને ધરપકડ ટાળવા માટે તે લગભગ એક અઠવાડિયાથી ફરાર છે. આ અગાઉ તે આવા બે વીડિયો રજૂ કરી ચુક્યા છે.
આ દરમિયાન અનંતસિંહે 19 ઓગષ્ટનાં રોજ એક વીડિયો જાહેર કર્યો હતો જેમાં કહ્યું હતું કે, તેમને પોતાની ધરપકડ થવાનો ભય નથી, તે 2 થી 3 દિવસ બાદ કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કરશે. આજે જાહેર કરાયેલા એક નવા વીડિયોમાં અનંતે કહ્યું કે તેમને પોલીસ પર વિશ્વાસ નથી. તે પોલીસ સમક્ષ નહી પરંતુ કોર્ટ સમક્ષ શરણાગતિ કરશે. મને કોર્ટ પર વિશ્વાસ છે. પટણા પોલીસ પર ગંભીર આક્ષેપો કરતા તેમણે કહ્યું કે, તેમને ખબર પડી ગઈ છે કે ‘રાજ્યનાં શાસક જેડીયુનાં સાંસદ લલન સિંહ, મંત્રી નીરજ કુમાર અને અધિક પોલીસ અધિક્ષક લિપિ સિંહે મારી વિરુદ્ધ કાવતરું ઘડી અને એક સંબંધી દ્વારા ઘરમાં હથિયારો રાખાવ્યા હતા.
અનંત સિંહ વિરુદ્ધ આતંકવાદ વિરોધી અધિનિયમ- ‘ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ’ (યુએપીએ) હેઠળ આધુનિક હથિયારો અને હથિયારોની પુન પ્રાપ્તિને ધ્યાનમાં રાખીને એફઆઈઆર નોંધવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
