Kerala News : કેરળના કોચીમાં મતદાર યાદીઓના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) સામે કોકરોચ જનતા પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન (CJP SIR Protest)યોજવામાં આવ્યું છે. મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર (Gyanesh Kumar)સામે વિરોધની લડાઈ ચાલુ રાખવાની જાહેરાત સાથે પાર્ટીના સ્થાપક અભિજીત દિપકે (Abhijit Dipke) સહિત અનેક નેતાઓ કોચી પહોંચ્યા છે. પાર્ટી દ્વારા SIR પ્રક્રિયા પાછી ખેંચવાની માંગણી કરવામાં આવી રહી છે.
CJP SIR Protest : કોચીમાં ‘જંતર મંતર’ના નામે વિરોધ પ્રદર્શન
કોકરોચ જનતા પાર્ટીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને વિરોધ પ્રદર્શનની જાણકારી આપી હતી. પાર્ટીએ આ કાર્યક્રમને ‘કોચી ખાતે (Kochi Protest)જંતર મંતર’ નામ આપ્યું છે. વિરોધ પ્રદર્શન સાંજે 4 વાગ્યાથી કોચીના રાજેન્દ્ર મેદાન ખાતે યોજવાનું જાહેર કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ મતદાર યાદીઓની SIR પ્રક્રિયાનો વિરોધ કરવાનો અને તેને પાછી ખેંચવાની માંગણી કરવાનો છે.
અભિજીત દિપકે કોચી પહોંચ્યા
CJPના સ્થાપક અને કાર્યકર અભિજીત દિપકે (Abhijit Dipke)શનિવારે કોચી એરપોર્ટ પર પહોંચ્યા હતા. તેઓ SIR વિરોધી કાર્યક્રમમાં ભાગ લેવા માટે કોચી આવ્યા છે. દિપકેએ જણાવ્યું હતું કે સ્થાનિક આયોજકો અને અભિનેતા-કાર્યકર પ્રકાશ રાજના આમંત્રણ પર તેઓ અહીં પહોંચ્યા છે. તેમના આગમન સાથે વિરોધ પ્રદર્શનને લઈને રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે.
જ્ઞાનેશ કુમાર સામે લડાઈ ચાલુ રાખવાનો સંકલ્પ
કોકરોચ જનતા પાર્ટીએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર (Gyanesh Kumar)સામેનો વિરોધ ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. પાર્ટીનું કહેવું છે કે SIR પ્રક્રિયા સામેની તેની લડાઈ અટકવાની નથી. મતદાર યાદીઓના પુનરીક્ષણની પ્રક્રિયા અંગે ઉઠાવવામાં આવેલા સવાલોને લઈને CJP દ્વારા વિરોધનો કાર્યક્રમ આગળ વધારવામાં આવી રહ્યો છે.
CJPએ શેર કર્યો વિરોધ પ્રદર્શનનો ફોટો
કોચીમાં વિરોધ પ્રદર્શન શરૂ થયા બાદ પાર્ટીના સ્થાપક અભિજીત દિપકે (Abhijit Dipke)એ કાર્યક્રમની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી હતી. પાર્ટીના કાર્યકરો અને નેતાઓ આ વિરોધમાં જોડાયા છે. SIR પ્રક્રિયાને લઈને શરૂ થયેલો આ વિરોધ હવે કોચીમાં જાહેર કાર્યક્રમના સ્વરૂપમાં સામે આવ્યો છે. આગામી દિવસોમાં પાર્ટી આ મુદ્દે કઈ રીતે પોતાની લડાઈ આગળ વધારે છે તેના પર સૌની નજર રહેશે.
