New Delhi News/ CJP નેતાઓની મુશ્કેલી વધી: સૌરવ દાસ અને આશુતોષ રંકાની કસ્ટડી વધારવાની માંગ

CJPના બંને નેતા (CJP Leaders)ઓ સામે ચાલી રહેલી કાનૂની કાર્યવાહી પર સૌની નજર છે

Top Stories India
દિલ્હીના જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શન સાથે જોડાયેલા કેસમાં કોકરોચ જનતા પાર્ટીના નેતાઓ (CJP Leaders)સૌરવ દાસ અને આશુતોષ રંકાની મુશ્કેલીઓ વધી રહી છે

New Delhi News : દિલ્હીના જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શન સાથે જોડાયેલા કેસમાં કોકરોચ જનતા પાર્ટીના નેતાઓ (CJP Leaders)સૌરવ દાસ અને આશુતોષ રંકાની મુશ્કેલીઓ વધી રહી છે. બુધવારે મંદિર માર્ગ સ્થિત SEM કોર્ટમાં બંને નેતાઓની જામીન અરજી પર સુનાવણી ચાલી રહી હતી. આ દરમિયાન દિલ્હી પોલીસે બંનેની ન્યાયિક કસ્ટડી વધુ ત્રણ દિવસ લંબાવવાની માંગ કરી છે.

દિલ્હી પોલીસની ત્રણ દિવસની કસ્ટડીની માંગ

સૌરવ દાસ (Saurav Das)અને આશુતોષ રંકા (Ashutosh Ranka)ની જામીન અરજી પર સુનાવણી દરમિયાન પોલીસે કોર્ટ સમક્ષ બંનેની ન્યાયિક કસ્ટડી વધારવાની માંગ રજૂ કરી હતી. પોલીસ દ્વારા વધુ ત્રણ દિવસની કસ્ટડી માગવામાં આવી છે. જોકે, આ અંગે કોર્ટનો અંતિમ નિર્ણય શું આવ્યો છે, તેની વિગતો ઉપલબ્ધ નથી.

આ અગાઉ બંને નેતાઓએ મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા ન્યાયિક કસ્ટડી વધારવાના આદેશને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો હતો. જોકે, હાઈકોર્ટે તેમને આદેશ સામે રિવિઝન અરજી દાખલ કરવાનો વિકલ્પ ઉપલબ્ધ હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ બંનેએ હાઈકોર્ટમાં દાખલ કરેલી અરજી પાછી ખેંચી લીધી હતી.

દિલ્હી હાઈકોર્ટે બંને નેતાઓને ફટકાર લગાવી

આ કેસની અગાઉની સુનાવણી દરમિયાન દિલ્હી હાઈકોર્ટે સૌરવ દાસ અને આશુતોષ રંકાની કાર્યવાહી સામે સવાલો ઉઠાવ્યા હતા. હાઈકોર્ટે પૂછ્યું હતું કે જ્યારે સંબંધિત મામલો નીચલી કોર્ટમાં ચાલી રહ્યો છે, ત્યારે તેઓ હાઈકોર્ટમાં શા માટે આવ્યા હતા.

જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શનના મુદ્દે પણ કોર્ટે સવાલો કર્યા હતા. જો વિરોધ પ્રદર્શન પર પ્રતિબંધ હતો, તો બંને ત્યાં શા માટે ગયા હતા, તેવો સવાલ ઉઠાવવામાં આવ્યો હતો. કોર્ટે બેરીકેડ તોડવાના સંજોગોમાં સ્થિતિ વણસી હોત તો તેની જવાબદારી કોની હોત, તે અંગે પણ પ્રશ્ન કર્યો હતો.

સુનાવણી દરમિયાન હાઈકોર્ટે બંને નેતાઓ (CJP Leaders)ની ઉંમરનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે તેઓ જનરેશન-ઝી (Gen Z)ના નથી. શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરવું હોય તો પોલીસની પરવાનગી લેવાના વિકલ્પ અંગે પણ કોર્ટે સવાલ કર્યો હતો.

જંતર-મંતર કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપાઈ

સૌરવ દાસ (Saurav Das)અને આશુતોષ રંકા સામેની કાનૂની કાર્યવાહી વચ્ચે જંતર-મંતર(Jantar Mantar Case) સાથે જોડાયેલા અન્ય કેસની તપાસ પણ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. અગાઉ સોમવારે કનોટ પ્લેસ સાથે સંબંધિત કેસ ક્રાઈમ બ્રાન્ચને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. હવે જંતર-મંતર સાથે જોડાયેલા વધુ એક કેસને પણ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવ્યો છે.

આ ઘટનાક્રમને કારણે CJPના બંને નેતા (CJP Leaders)ઓ સામે ચાલી રહેલી કાનૂની કાર્યવાહી પર સૌની નજર છે. હાલ તેમની જામીન અરજી અને ન્યાયિક કસ્ટડી વધારવાની પોલીસની માંગ અંગે કોર્ટના નિર્ણયની રાહ જોવાઈ રહી છે.


આ પણ વાંચો: દિલ્હીના જંતર-મંતર પર હવે પ્રદર્શન નહીં, આ 3 જગ્યાએ જ મળશે મંજૂરી

આ પણ વાંચો: જંતર-મંતર કેસ: CJP નેતાઓને હાઈકોર્ટની ટકોર, પૂછ્યું- જીવનમાં બીજું શું કરો છો?

આ પણ વાંચો: જંતર-મંતર પર CJPનો વિરોધ: પોલીસની મંજૂરી મુદ્દે ભડક્યા નેતા