Not Set/ પીએમ મોદીને મળ્યા બાદ ફ્રાન્સનાં રાષ્ટ્રપતિએ કહ્યુ જી-7માં કેમ જરૂરી છે ભારતની હાજરી

પીએમ નરેન્દ્ર મોદી ફ્રાન્સનાં બે દિવસીય પ્રવાસ પર છે. તેમણે ફ્રાંસનાં રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને પીએમ એડવર્ડ ફિલિપ સાથે બંને દેશોનાં સંબંધો પર વાતચીત કરી. ફ્રાંસનાં રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને કહ્યું કે, પીએમ મોદીનાં બીજા કાર્યકાળમાં તેમની પ્રથમ બેઠક મળી રહી છે. પ્રથમ, તેઓ અભિનંદન આપે છે અને તે વાતનાં વખાણ કરે છે કે ભારતીય લોકશાહી […]

World

પીએમ નરેન્દ્ર મોદી ફ્રાન્સનાં બે દિવસીય પ્રવાસ પર છે. તેમણે ફ્રાંસનાં રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને પીએમ એડવર્ડ ફિલિપ સાથે બંને દેશોનાં સંબંધો પર વાતચીત કરી. ફ્રાંસનાં રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને કહ્યું કે, પીએમ મોદીનાં બીજા કાર્યકાળમાં તેમની પ્રથમ બેઠક મળી રહી છે. પ્રથમ, તેઓ અભિનંદન આપે છે અને તે વાતનાં વખાણ કરે છે કે ભારતીય લોકશાહી કેટલી પરિપક્વ છે.

મેક્રોને કહ્યું કે, અમે જી -7 પર વાતચીત કરી હતી. હું ઈચ્છતો હતો કે, ભારત આ સમૂહનો ભાગ બને. આ માટે, અમે જી-7 નાં ઘણા હિસ્સામાં બદલાવ કર્યો છે જેથી ભારત આ સમૂહનો ભાગ બની શકે. મેક્રોન કહે છે કે, કેટલાક એવા કિસ્સા છે કે જેમાં અમે ભારત વિના આગળ વધી શકીએ નહી. કેટલાક એવા મામલાઓ છે જેમાં ભારતની હાજરી જરૂરી છે.

મેક્રોને કહ્યું કે, પીએમ મોદીએ કાશ્મીર વિષય પર વાત કરી અને કહ્યું કે, આ મામલો ભારતની સાર્વભૌમત્વ સાથે સંબંધિત છે. આ મુદ્દે ફ્રાન્સનો સ્પષ્ટ મત છે કે પાકિસ્તાને ભારત સાથે મળી તેનુ સમાધાન કરવું જોઈએ. આ વિષય પર કોઈ તૃતીય પક્ષની દખલની સંભાવના જ નથી. મેક્રોને વધુમાં કહ્યું કે, તે ખુશ છે કે સપ્ટેમ્બરમાં ભારતને પ્રથમ રાફેલ વિમાન મળશે. તે ફક્ત સોદા સુધી મર્યાદિત નથી, પરંતુ તે બંને દેશો એકબીજા સાથે કેટલા નજીક આવ્યા છે તેનું મહત્વ પણ દર્શાવે છે.

પીએમ મોદીએ કહ્યું કે, ફ્રાન્સ અને ભારત વચ્ચે માત્ર વાતચીતનો જ સંબંધ નથી, પરંતુ અમે ઘણા પગલા આગળ વધ્યા છીએ. છેલ્લા બે દાયકાથી, બંને દેશો વ્યૂહાત્મક સંબંધોને વધુ મજબૂત બનાવી રહ્યા છે. રાફેલ વિમાન આવતા મહિને ભારત પહોંચાડવામાં આવશે. ફ્રાન્સ એ પહેલો દેશ છે કે જેની સાથે ભારત સિવિલ ન્યૂક્લિયર કરાર પર હસ્તાક્ષર કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.