Not Set/ રેલ્વે સ્ટેશન પર ગીત ગાઇને પેટ ભરતી મહિલાએ હિમેશ રેશમિયા સાથે રેકોર્ડ કર્યુ પહેલુ સોન્ગ, જુઓ વીડિયો

સોશિયલ મીડિયામાં એક મહિલાનો ગીત ગાતો વીડિયો ખૂબ વાયરલ થયો હતો. જેમા તે એક રેલ્વે સ્ટેશન પર ગીત ગાતી દેખાઇ રહી હતી. તે પોતાનુ પેટ આ રીતે ગીત ગાઇને જ ભરતી હતી. તેને પણ નહી ખબર હોય કે જે ટેલેન્ટ તેને મળ્યુ છે તેની આજનાં સમયમાં શું કિંમત છે. તેનો ગીત ગાતો વીડિયો એટલો વાયરલ […]

Uncategorized

સોશિયલ મીડિયામાં એક મહિલાનો ગીત ગાતો વીડિયો ખૂબ વાયરલ થયો હતો. જેમા તે એક રેલ્વે સ્ટેશન પર ગીત ગાતી દેખાઇ રહી હતી. તે પોતાનુ પેટ આ રીતે ગીત ગાઇને જ ભરતી હતી. તેને પણ નહી ખબર હોય કે જે ટેલેન્ટ તેને મળ્યુ છે તેની આજનાં સમયમાં શું કિંમત છે. તેનો ગીત ગાતો વીડિયો એટલો વાયરલ થયો કે આજે એવા સમાચાર સામે આવ્યા છે કે તેણે પોતાનુ પહેલુ સોન્ગ હિમેશ રેશમિયા સાથે રેકોર્ડ કરી દીધુ છે.

સોશિયલમ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં જે મહિલા દેખાઇ હતી તેનુ નામ રાનૂ મંડલ છે. આ વીડિયોમાં તે બોલિવૂડની પ્રખ્યાત ગીતકાર લતા મંગેશકરનાં ગીતને તેમના જ અવાજમાં ગાતા દેખાઇ રહી છે. તેણે આ વીડિયોમાં એક પ્યાર કા નગમા ગીત ગાયુ હતુ. આ ગીત લતા મંગેશકર અને મુકેશ બંન્નેએ મળીને ગાયુ હતુ. મહિલા દ્વારા ગાવામાં આવેલ ગીતને લોકોએ ખૂબ પસંદ કર્યો હતો. જોત જોતામાં આ મહિલા પોતાના એક ગીત ગાવાનાં કારણે સ્ટર બની ગઇ.

https://www.instagram.com/p/B1eVI_cjQS3/?utm_source=ig_web_copy_link

રાનૂ મંડલ હવે બાળકોનાં સિંગિંગ રિયાલિટી શો ‘સુપરસ્ટાર સિંગર’નાં આગામી એપિસોડમાં જોવા મળશે. રાનૂએ બોલિવૂડમાં પણ એન્ટ્રી કરી છે, હિમેશ રેશમિયાએ તેને તેની આગામી ફિલ્મમાં પહેલી તક આપી છે. હિમેશ રેશમિયાએ તેનો એક વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ વીડિયોમાં રાનૂ સોન્ગ રેકોર્ડ કરતી જોવા મળી રહી છે. હિમેશનો આ વીડિયો જોઇને લોકો તેની પ્રશંસા કરી રહ્યા છે.

આપને જણાવી દઇએ કે, તેના પતિનાં અવસાન પછી, રાનૂ પશ્ચિમ બંગાળનાં બારપેટા ટાઉનમાં રાણાઘાટ રેલ્વે સ્ટેશન પર ગીત ગાઈને આજીવિકા ચલાવી રહી હતી, પરંતુ હવે તેનું ભાગ્ય બદલાવા જઈ રહ્યુ છે. રાનૂને મુંબઈનાં આ સિંગિંગ શો દ્વારા આમંત્રણ અપાયુ છે. આ સાથે રાનૂ હવે હિમેશની ફિલ્મમાં પણ ગીત ગાતી જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.