મહારાષ્ટ્રમાં ચુસ્ત સુરક્ષા વચ્ચે સોમવારે તમામ 288 મત વિસ્તારોમાં મતદાન ચાલી રહ્યું છે. મુંબઈ સહિત રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ વચ્ચે સવારે મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો. આમિર ખાન, કિરણ રાવ, લારા દત્તા અને પદ્મિની કોલ્હાપુરી સહિત બોલિવૂડની અનેક હસ્તીઓએ પોતાનો મત આપ્યો હતો.
અભિનેત્રી હેમા માલિનીએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો.

વિવેક ઓબેરોય તેના પિતા સુરેશ ઓબેરોય સાથે મત આપવા આવ્યો હતો.

જાણીતા ફિલ્મ નિર્માતા અશોક પંડિતે પોતાનો મત આપ્યો.

દિગ્ગજ અભિનેતા રઝા મુરાદ મતદાન કરવા મતદાન મથક પર પહોંચ્યા હતા.

અભિનેતા વરૂણ ધવને પણ પોતાનો મત આપ્યો હતો.
https://www.instagram.com/p/B33yf5VH_2d/?utm_source=ig_embed
અભિનેતા સોહેલ ખાન પત્ની સીમા સાથે મતદાન કરવા મતદાન મથક પર પહોંચ્યા હતા.
ફિલ્મ નિર્દેશક પુનીત મલ્હોત્રાએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો.

લોકપ્રિય નિર્માતા આનંદ પંડિતે પોતાનો મત આપ્યો. તે પરિવાર સાથે મતદાન મથક પહોંચ્યો હતો.

દિગ્ગજ અભિનેતા ગુલશન ગ્રોવરે પોતાનો મત આપ્યો. તેણે મતદાન મથકના સેલ્ફી પોઇન્ટ પર ક્લિક કરેલા ફોટા પણ શેર કર્યા હતા.

પ્રીતિ ઝિન્ટા મતદાન કરવા બાંદ્રાના મતદાન મથક પર પહોંચી હતી.

ઉર્મિલા માતોંડકરે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો.

અભિનેતા વત્સલ શેઠ પોતાના પરિવાર સાથે મત આપવા માટે જુહુની જમુનાબાઇ સ્કૂલમાં પહોંચ્યા હતા.

પ્રખ્યાત ગાયક કૈલાશ ખેર મતદાન કર્યું હતું.

અતુલ અગ્નિહોત્રીએ પોતાનો મત આપ્યો.

પ્રખ્યાત અને દિગ્ગજ સંગીત દિગ્દર્શક પ્યારેલાલે તેની પત્ની સાથે મત આપ્યો હતો.

બોલિવૂડ અભિનેતા આમિર ખાન મતદાન મથક પર પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા પહોંચ્યા.

આમિર ખાને લોકોને અપીલ કરી હતી કે તેઓ ઘરની બહાર આવે અને પોતાનો મત આપે.
આમિર ખાનની પત્ની કિરણ રાવ પણ તેના મતાધિકારનો ઉપયોગ કરવા આવી હતી.

બોલિવૂડ અભિનેત્રી લારા દત્તા પતિ મહેશ ભૂપતિ સાથે મત આપવા પહોંચી હતી.

સંજય દત્તની બહેન પ્રિયા દત્તે મત આપ્યો.

બોલિવૂડ અભિનેત્રી દિયા મિર્ઝા પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા મતદાન મથક પહોંચી હતી.

અભિનેત્રી માધુરી દીક્ષિતે મત આપ્યો હતો.

ગુલઝાર સાહેબે, જેમણે આંખોથી લોકોના દિલને સ્પર્શ્યું હતું, તેમણે મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

દિગ્ગજ અભિનેતા પ્રેમ ચોપડાએ પોતાનો મત આપ્યો.

#MaharashtraAssemblyElections: Ritesh Deshmukh, his wife Genelia D'Souza & family cast their votes at a polling booth in Latur. His brothers Amit Deshmukh & Dhiraj Deshmukh are contesting polls as Congress candidates from Latur city & Latur rural constituencies, respectively. pic.twitter.com/U9zA9ozZwp
— ANI (@ANI) October 21, 2019
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
