Not Set/ પ.બંગાળમાં જન્માષ્ટમીની ખુશીઓ માતમમાં ફેરવાઇ, મંદિરની દીવાલ ધસી પડતા 4 લોકોનાં થયા મોત, 27 ઘાયલ

જન્માષ્ટમીની આખા દેશમાં પૂરજોરથી તૈયારીઓ થઇ રહી છે. આ દરમિયાન પશ્ચિમ બંગાળથી એક ભયાનક અકસ્માત થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. પશ્ચિમ બંગાળનાં ઉત્તરી 24 પરગણાનાં કુછુઆ વિસ્તારમાં મંદિરની દિવાલ ધરાશાયી થતાં ચાર લોકોનાં મોત થયા છે, જ્યારે 27 લોકો ઘાયલ થયા છે. મળી રહેલી માહિતી અનુસાર જન્માષ્ટમી નિમિત્તે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ મંદિરમાં […]

India

જન્માષ્ટમીની આખા દેશમાં પૂરજોરથી તૈયારીઓ થઇ રહી છે. આ દરમિયાન પશ્ચિમ બંગાળથી એક ભયાનક અકસ્માત થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. પશ્ચિમ બંગાળનાં ઉત્તરી 24 પરગણાનાં કુછુઆ વિસ્તારમાં મંદિરની દિવાલ ધરાશાયી થતાં ચાર લોકોનાં મોત થયા છે, જ્યારે 27 લોકો ઘાયલ થયા છે. મળી રહેલી માહિતી અનુસાર જન્માષ્ટમી નિમિત્તે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ મંદિરમાં પૂજા અર્ચના કરવા પહોંચ્યા હતા, જે દરમિયાન આ અકસ્માત થયો હતો.

મળતી માહિતી મુજબ, મંદિર ખૂબ જ જૂનું હતું અને તેની દિવાલો પણ ખૂબ જ નબળી પડી ગઈ હતી. અચાનક અહી વધુ ભીડ થઇ હોવાના કારણે આ દિવાલ ધરાશાયી થઈ, જેમાં 4 લોકોનાં મોત થયા છે. આ મામલે દુઃખ વ્યક્ત કરતા સીએમ મમતા બેનર્જીએ મૃતકોનાં પરિવારજનોને 5-5 લાખ રૂપિયા વળતર આપવાની જાહેરાત કરી છે, જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોનાં પરિવારને 1-1 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. આ સિવાય મુખ્યમંત્રીએ સામાન્ય ઘાયલ થયેલા પીડિતોને 50 હજાર રૂપિયા વળતરની જાહેરાત કરી છે. સીએમ મમતા બેનર્જીએ વહીવટીતંત્રને ઈજાગ્રસ્તોની સારી સારવાર માટે યોગ્ય વ્યવસ્થા કરવા આદેશ આપ્યો છે.

તેમણે કહ્યું, ‘આ વખતે કછુઆ લોકનાથ મંદિરમાં એક વિશાળ ભીડ જમા થઇ હતી. વહેલી સવારથી વરસાદ પડ્યો હતો જેના કારણે લોકોએ અસ્થાયી વાંસનાં સ્ટોલમાં છુપાઇ જવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. ભારે વરસાદને કારણે વાંસના સ્ટોલ તૂટી ગયા હતા. અહી જગ્યા ખૂબ જ સાંકડી છે અને ઉતાવળમાં કેટલાક લોકો મંદિર નજીક આવેલા તળાવમાં પડી ગયા હતા. જેના કારણે ત્યા નાસભાગ જેવી પરિસ્થિતિ સર્જાઇ હતી.’

મમતા બેનર્જીએ નેશનલ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં પત્રકારોને જણાવ્યું હતું કે, બે લોકોનાં મોત નીપજ્યાં અને અનેક લોકો ઘાયલ થયા. ઘાયલ થયેલા બે લોકોની હાલત ગંભીર છે. ઇજાગ્રસ્તોને આ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને મમતા અહી તેમના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરવા આવ્યા હતા. તેમણે કહ્યું કે, ઘટના સ્થળે રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. વરિષ્ઠ મંત્રીઓને બારાસત હોસ્પિટલ, આરજી કર મેડિકલ કોલેજ અને બસીરહાટની એક હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. બેનર્જીએ કહ્યું કે, ‘રાહત અને બચાવ કામગીરી તાજેતરની સૌથી મોટી પ્રાથમિકતા છે. હુ વ્યક્તિગત સ્તરે પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહી છુ.’

ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોનાં પરિવારજનોને 1 લાખનું વળતર અને સામાન્ય રીતે ઘાયલ થયેલા લોકોને 50,000 રૂપિયા વળતર મળશે. ઉલ્લેખનીય છે કે, દર વર્ષે આ દિવસે કછુઆ લોકનાથ મંદિર ખાતે મોટી સંખ્યામાં લોકો લોકનાથ બ્રહ્મચારીનાં જન્મદિવસની ઉજવણી માટે એકઠા થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.