ડાકોરમાં વિરાજમાન રણછોડરાય તે ભગવાન શ્રીકૃષ્ણનું જ એક સ્વરુપ છે. ગુજરાત રાજ્યમાં રણછોડરાયજીનું પ્રખ્યાત મંદિર ડાકોરમાં આવેલું છે જે શ્રદ્ધાળુઓ માટે પવિત્ર યાત્રાધામ છે. રણછોડની સંધિ છુટી પાડીએ તો રણ + છોડ એમ થાય, જેનો અર્થ છે કે રણ (યુદ્ધ મેદાન) છોડીને ભાગી જનાર. ભગવાન કૃષ્ણને આ અનોખુ પણ ભક્તોનું ખુબ લાડીલું નામ મળ્યું કારણકે તેમના કાલયવન રાક્ષસ સાથેનાં યુદ્ધમાં, ભગવાન યુદ્ધ ત્યજીને મથુરા વાસીઓને લઈ દ્વારકા ભણી આવ્યાં, અને ગુજરાતમાં આવી વસ્યા. કદાચ આ જ કારણે ગુજરાતીઓને કૃષ્ણનાં અન્ય રૂપો કરતા રણછોડજીનું રૂપ વધુ પ્રિય છે, કેમકે કૃષ્ણએ ગુજરાતને અને ગુજરાતીઓને પોતાના કર્યા.
આજ રણછોડ રાય ના જન્મદિવસ ડાકોર ખાતે ભારે ધૂમ ધામ થી ઉજ્વવામાં આવે છે. મંદિર પરિસર ની સાથે સાથે સમગ્ર ડાકોરમાં ઉત્સવનો માહોલ જોવા મળી રહયો છે.
આજે ડાકોરમાં ભગવાન રણછોડ રાય ને રાજભોગ અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગુજરાત રાજયના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા મંદિર પરિસર પહોંચ્યા હતા. અને રણછોડ રાય ના દર્શન કર્યા અને ચૂડાસમાએ ગુજરાત અને દેશમાં શાંતિ માટે પ્રાર્થના કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
