Not Set/ અરુણ જેટલીનાં નિધન પર ભાવુક થયા પીએમ મોદી, કહ્યુ ચાલ્યો ગયો મારો દોસ્ત

ત્રણ દેશોની યાત્રા પર ગયેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી 24 ઓગષ્ટે શનિવારે બહરીનમાં ભારતીય સમુદાયનાં લોકોને સંબોધન કરી રહ્યા હતા. જે દરમિયાન અરુણ જેટલીની મોતનું દુ:ખ પ્રગટ કરતા પીએમ મોદી ભાવુક થઇ ગયા હતા. મોદી સરકારનાં પ્રથમ કાર્યકાળમાં નાણાંમંત્રી અને રક્ષામંત્રી પદ સંભાળનારા અરુણ જેટલીએ શનિવારે 66 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. તે લાંબા […]

India

ત્રણ દેશોની યાત્રા પર ગયેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી 24 ઓગષ્ટે શનિવારે બહરીનમાં ભારતીય સમુદાયનાં લોકોને સંબોધન કરી રહ્યા હતા. જે દરમિયાન અરુણ જેટલીની મોતનું દુ:ખ પ્રગટ કરતા પીએમ મોદી ભાવુક થઇ ગયા હતા. મોદી સરકારનાં પ્રથમ કાર્યકાળમાં નાણાંમંત્રી અને રક્ષામંત્રી પદ સંભાળનારા અરુણ જેટલીએ શનિવારે 66 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. તે લાંબા સમયથી બીમાર હતા. આ સમય દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દૂર દેશથી તેમના જુના મિત્રને યાદ કર્યા અને કહ્યું કે, તેઓ અરુણ જેટલી સાથે જાહેર જીવનની સીડીઓ ચઢ્યો છુ.

પીએમ મોદીનાં ભાષણ દરમિયાન અરુણ જેટલીની વિદાય પર હાજર ન હોવાનો દુઃખ પણ જોવા મળ્યુ હતુ અને તેમણે કહ્યું કે તેઓ તેમની ફરજથી બંધાયેલા છે. વળી, વડા પ્રધાને સુષ્મા સ્વરાજને પણ યાદ કર્યા હતા. તેમણે કહ્યું કે, બહેન સુષ્મા થોડા દિવસો પહેલા અમને છોડીને ચાલ્યા ગયા હતા અને હવે મારો મિત્ર અરુણ ચાલ્યો ગયો છે.

બહરીનમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીનાં નિધન પર પ્રતિક્રિયા અને શ્રદ્ધાંજલિ આપતા પીએમ મોદીએ કહ્યું કે, ‘એક તરફ બહરીન ઉત્સાહ અને ઉમંગથી ભરેલો છે, દેશ જન્માષ્ટમીની ઉજવણી કરી રહ્યુ છે. તે ક્ષણે, હું પોતાની અંદર એક ઉંડો શોક અને ઉંડી પીડા દબાવીને તમારી સમક્ષ ઉભો છુ.’

વડા પ્રધાન મોદીએ ભાવુક અંદાજમાં કહ્યુ, ‘જે મિત્ર સાથે વિદ્યાર્થીકાળથી ચાલ્યો હતો. રાજકીય પ્રવાસ એક સાથે ગયો. દરેક ક્ષણ એકબીજા સાથે જોડાયેલા રહ્યા, સાથે લડતા રહ્યા. જે મિત્રની સાથે તેમણે સપના સજાવ્યા, સપના પૂરા કરવા માટે જે દોસ્ત સાથે આટલી લાંબી મુસાફરી કરી હતી, તે ભારતનાં ભૂતપૂર્વ રક્ષામંત્રી અને નાણામંત્રી અરુણ જેટલી તેમનું શરીર છોડી આપણાથી દૂર ચાલ્યા ગયા છે. ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાંસ, યુએઈ અને બહિરીનની ત્રણ દિવસીય મુલાકાતે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.