ભાજપનાં સંકટ મોચન રહેલા પૂર્વ નાણાંમંત્રી અરુણ જેટલીએ શનિવારે દિલ્હીનાં એઇમ્સમાં અંતિમ શ્વાસ લીધો હતો. 66 વર્ષીય જેટલીને શ્વાસ લેવાની તકલીફની ફરિયાદ બાદ 9 ઓગષ્ટનાં રોજ એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેટલીનાં અવસાન પર પીએમ મોદી, રાષ્ટ્રપતિ કોવિંદ અને રાજકીય વિશ્વનાં ઘણા દિગ્ગજોએ શોક વ્યક્ત કર્યો છે. અંતિમ દર્શન માટે જેટલીનાં પાર્થિવ દેહને રવિવારે સવારે 10 થી બપોરે 1 વાગ્યા સુધી પાર્ટીનાં મુખ્યાલય ખાતે રાખવામાં આવશે. જે પછી અંતિમ યાત્રા નીકળશે અને બપોરે 2:30 વાગ્યે નિગમ બોધ ઘાટ ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
ભૂતપૂર્વ એટર્ની જનરલ મુકુલ રોહતગીએ અરુણ જેટલીનાં નિધન અંગે શોક વ્યક્ત કરતાં કહ્યું હતું કે, ‘અરુણ જેટલી મારા ખૂબ નજીકનાં મિત્ર હતા. જ્યારે મે 1978 માં વકીલાત શરૂ કરી હતી, જેટલીએ મારા થોડા સમય પહેલા જ વકીલાત કરવાનું શરૂ કર્યું હતું. તેમની કાનૂની સમજણ ઉત્તમ હતી અને તેઓ કેસ કોર્ટ સમક્ષ ખૂબ જ કાર્યક્ષમ રીતે મુકતા હતા. 98 થી તેઓ રાજકારણમાં જોડાયા, હું સુપ્રીમ કોર્ટમાં ગયો. તેમની પાસે તેમના બધા મિત્રો હતા, કોઈ દુશ્મન નહોતો. જે ઉંમરે તેઓ દુનિયા છોડી ગયા છે તે ઘણો દુઃખનો વિષય છે. જે 40 વર્ષથી મારા મિત્ર છે જે હવે ચાલ્યા ગયા છે. અમે સાથે જ રજાઓ પર જતા હતા.’
પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીનો મૃતદેહ દિલ્હીનાં કૈલાસ કોલોની સ્થિત તેમના ઘરે રાખવામાં આવ્યો છે, જ્યાંથી તેમને સવારે 11 વાગ્યે ભાજપનાં મુખ્યાલય લાવવામાં આવશે. પક્ષનાં કાર્યકરો ભાજપનાં મુખ્ય મથકે તેમના પ્રિય નેતાને અંતિમ શ્રદ્ધાંજલિ આપી શકશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
