Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Not Set/ ૧૫મી ઓગષ્ટના રોજ જનધન ખાતાધારકોને મળશે મોટી રાહત, પીએમ મોદી કરી શકે આ ઘોષણા

નવી દિલ્હી, ૧૫મી ઓગષ્ટ સ્વતંત્રતા દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વધુ એકવાર લાલ કિલ્લાના પ્રાંગણમાં દેશનો રાષ્ટ્ર્દવ્જ ફરકાવશે અને દેશવાસીઓને સંબોધિત કરશે. આ અવસર પર દેશના લોકોને સંબોધિત કરતા પીએમ મોદી અનેક મોટી ઘોષણાઓ કરી શકે છે, એમાં ૩૨ કરોડથી વધુ જ્નધન ખાતાધારકો માટે પણ મોટી ઘોષણા થઇ શકે છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, […]

August 12, 2018August 13, 2018Harshid Patel
India Trending

નવી દિલ્હી,

૧૫મી ઓગષ્ટ સ્વતંત્રતા દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વધુ એકવાર લાલ કિલ્લાના પ્રાંગણમાં દેશનો રાષ્ટ્ર્દવ્જ ફરકાવશે અને દેશવાસીઓને સંબોધિત કરશે. આ અવસર પર દેશના લોકોને સંબોધિત કરતા પીએમ મોદી અનેક મોટી ઘોષણાઓ કરી શકે છે, એમાં ૩૨ કરોડથી વધુ જ્નધન ખાતાધારકો માટે પણ મોટી ઘોષણા થઇ શકે છે.

સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, સ્વતંત્રતા દિવસ નિમિત્તે પીએમ મોદી જ્નધન યોજનાના ખાતાધારકો માટે ઓવરડ્રાફ્ટની સુવિધા બે ગણી કરીને ૧૦,૦૦૦ રૂપિયા કરી શકે છે. આ પગલાનો મુખ્ય ઉદ્દેશ સરકાર નાણાકીય સમાવેશ અભિયાનને મજબૂતી પ્રદાન કરવાનો છે.

આ સરકારનો એ લોકો માટે કોષ ઉપલબ્ધ કરવાનો પ્રયાસ છે, જેમાં દેશના લોકો આ અંગે વંચિત છે. આ ઉપરાંત સરકાર આકર્ષક સુક્ષ્મ વીમાની પણ ઘોષણા કરી શકે છે તેમજ રૂપે કાર્ડધારકો માટે મફતમાં દુર્ઘટના વીમો એક લાખ રૂપિયા સુધી વધારવામાં આવી શકે છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, પ્રધાનમંત્રી જ્નધન યોજના (પીએમજેડીવાઈ)નું બીજું ચરણ ૧૫ ઓગષ્ટના રોજ સમાપ્ત થઇ રહ્યું છે અને હવે આગળના લક્ષ્યને હાંસલ કરવા માટે આ યોજનામાં સુધારો કરવાની જરૂરત છે. અત્રે ઉલ્લેખનિય છે કે, પ્રધાનમંત્રીનું સ્વતંત્રતા દિવસ નિમિત્તે ભાષણ આ પ્રકારની યોજનાઈ ઘોષણા માટે એક સારો મંચ છે.

જનધન યોજનાનું પ્રથમ ચરણ ૧૪ ઓગષ્ટ,૨૦૧૫ના રોજ પૂર્ણ થયું હતું અને એમાં મુખ્ય બેંક ખાતાઓ અને રૂપે કાર્ડ પર જોર આપવામાં આવ્યું હતું. છેલ્લા ચાર વર્ષમાં ૩૨.૨૫ કરોડ જનધનના ખાતા ખુલ્ય હતા. આ ખાતાઓમાં ૮૦,૬૭૪.૨૦ કરોડ રૂપિયા જમા છે.

આ ઉપરાંત સરકાર ૨૦૧૫-૧૬માં ઘોષિત કરાયેલી અટલ પેન્શન યોજના હેઠળ મળતી પેન્શનની મહત્તમ સીમા વધારીને ૧૦,૦૦૦ રૂપિયા માસિક કરી શકે છે. જો કે હાલમાં આ સીમા ૫૦૦૦ રૂપિયા છે. મહત્વનું છે કે, એટલ પેન્શન યોજના હેઠળ ૬૦ વર્ષ પૂર્ણ થયા બાદ વ્યક્તિને ૧૦૦૦ રૂપિયાથી લઇ ૫૦૦૦ રૂપિયા સુધીનું પેન્શન મળી શકે છે.

Post navigation

ભાભીજીના ઘર પરથી ફ્રેન્ડસ માટે આવ્યા ખરાબ સમાચાર, જાણો શું છે કારણ
ડાકોરમાં ભરબજારે વચ્ચે બે યુવતીઓએ કરી મારામારી, વિડિઓ વાયરલ

More Posts

Dhruv Rathee/ ધ્રુવ રાઠી અને તેની પત્ની દાઉદ ઈબ્રાહિમના બંગલામાં રહે છે? યુટ્યુબરે દાવા પર તોડ્યું મૌન

May 1, 2024May 1, 2024Mansi Panara
ભૂકંપના

Earthqauke/ લદ્દાખ અને જમ્મુ-કાશ્મીરમાં 3.9ની તીવ્રતાનો ભૂકંપ

June 9, 2023Maya Sindhav

Not Set/ અમદાવાદ: પાણીપુરી પર તંત્રની તવાઈ, નમૂનાઓ લઈ અખાદ્ય જથ્થાનો કરાયો નાશ

July 27, 2018July 28, 2018Nirmal Acharya

Not Set/ યુપીમાં પત્રકારની હત્યા પર રાહુલ ગાંધીનો કટાક્ષ, કહ્યુ- વચન હતુ રામ રાજ્યનું આપી દીધુ ગુંડારાજ

July 22, 2020mansi patel

Not Set/ ભોલે બાબાએ બોલાવ્યા રાહુલ ગાંધીને : ચીનના રસ્તે કરશે માનસરોવર યાત્રા

August 29, 2018Jay Mehta
Crime Branch handed over a report of the satellite gang rape to the Women Commission

Not Set/ ગુરુગ્રામ: પીડિતા સાથે વારંવાર કર્યા ગેંગરેપ, અશ્લીલ વિડીઓથી તોડાવ્યા લગ્ન

April 14, 2018April 14, 2018mantavya

Not Set/ #Lockdown/ કોરોના સંકટ વચ્ચે PM મોદીએ ‘મન કી બાત’ માં દેશને કર્યું સંબોધન

April 27, 2020mansi patel

Not Set/ ભારતીય વાયુસેનાનું વિમાન બાગપતમાં થયું ક્રેશ, બંને પાઈલોટ સુરક્ષિત

October 5, 2018foram patel
Mohammad Siraj crown

Cricket/ મોહમ્મદ સિરાજ પાસેથી ICCનો મોટો તાજ છીનવાયો, ઓસ્ટ્રેલિયન બોલરે લીધી જગ્યા

March 22, 2023Rahul Rathod
If you have Wifi in your house then be careful

Warning/ જો તમારા ઘરે પણ WiFI છે તો થઈ જાઓ સાવધાન…

April 26, 2022Rahul Rathod
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy