જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવ્યા બાદ ત્યાની શું પરિસ્થિત છે તેને પ્રત્યક્ષ જોવા માટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત ઘણા વિપક્ષી નેતાઓ પહોચી ગયા હતા. જો કે તે તમામ નેતાઓને શ્રીનગર એરપોર્ટથી જ દિલ્હી પરત મોકલવામાં આવ્યા હતા. જમ્મુ-કાશ્મીરમાં હાલમાં શું પરિસ્થિતિ છે, ત્યા જનતા કેવી હાલતમાં જીવી રહી છે, આ દરેક બાબત જાણવા ઘણા નેતાઓ ઉત્સુક હતા, જેમા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ શામેલ છે. જેના પર શિવસેના નેતા સંજય રાઉતે નિવેદન આપતા કહ્યુ છે કે, જો રાહુલ ગાંધી આનંદ માણવા માટે જમ્મુ-કાશ્મીરની યાત્રા કરવા માગે છે તો અમે વ્યવસ્થા કરી આપીએ.
If Rahul wants to visit J-K for enjoyment, will make arrangements: Sanjay Raut
Read @ANI Story | https://t.co/jMgjWYyPSb pic.twitter.com/SM3IL956gO
— ANI Digital (@ani_digital) August 25, 2019
કોગ્રેસનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને અન્ય નેતાઓ જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવ્યા બાદ શું હાલાત બન્યા છે તેની ભાળ લેવા પહોચ્યા હતા. પરંતુ સુરક્ષાને ધ્યાનમાં લેતા તેમને શ્રીનગર એરપોર્ટ પર જ રોકવામાં આવ્યા હતા. જે પછી નેતાઓ ધોયા મોઢે પાછા ફર્યા હતા. તેઓની આ યાત્રા પર શિવસેનાનાં નેતા સંજય રાઉતે કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધી પર તંજ કસતા કહ્યુ છે કે, જો રાહુલ ગાંધી જમ્મુ-કાશ્મીરની યાત્રામાં આનંદ માણવા માંગતા હોય તો અમે તેની વ્યવસ્થા કરી શકીએ છીએ.
The govt is saying everything is okay here & everything is normal. If everything is normal why are we not allowed out?: Shri @RahulGandhi
Was it not Governor Satya Pal Malik that invited Mr. Gandhi to come to J&K and assess the situation for himself? #RahulGandhiWithJnK pic.twitter.com/jneIkpOJve
— Congress (@INCIndia) August 24, 2019
આ દરેક નેતાઓ કલમ 370 ની મોટી જોગવાઈઓને દૂર કર્યા બાદ કાશ્મીરની પરિસ્થિતિની ભાળ લેવા કાશ્મીર ગયા હતા. આ નેતાઓ શ્રીનગર જવાની તૈયારી વચ્ચે જમ્મુ-કાશ્મીર વહીવટીતંત્રએ એક નિવેદન બહાર પાડ્યું હતું કે વિપક્ષી નેતાઓએ કાશ્મીરમાં ન આવી સહકાર આપવો જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
