Not Set/ સોનાની કિંમતમાં રેકોર્ડબ્રેક ઉછાળો, કિંમત 40 હજારને પાર

સોમવારે આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીમાં રેકોર્ડબ્રેક ઉછાળો નોંધાયો હતો. આ થવા પાછળનું કારણ અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોરને માનવામાં આવી રહ્યુ છે. સોનાનો ભાવ પહેલીવાર 40 હજારને પાર કરી ગયો છે. તે જ સમયે, ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળ્યો હતો અને તે 45 હજારથી પણ વધુ થઈ ગયો હતો. સોના […]

Business

સોમવારે આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીમાં રેકોર્ડબ્રેક ઉછાળો નોંધાયો હતો. આ થવા પાછળનું કારણ અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોરને માનવામાં આવી રહ્યુ છે. સોનાનો ભાવ પહેલીવાર 40 હજારને પાર કરી ગયો છે. તે જ સમયે, ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળ્યો હતો અને તે 45 હજારથી પણ વધુ થઈ ગયો હતો. સોના ઉપરાંત ચાંદીનાં ભાવમાં પણ દોઢ ટકાનો વધારો નોંધાયો છે. ચાંદીનાં ભાવમાં રૂ. 67૦ એટલે કે 1.48 ટકા વધીને રૂ. 45,૨75 પર ટ્રેડ કરી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, શુક્રવારે Domestic futures market મલ્ટી કોમોડિટી એક્સચેંજ (એમસીએક્સ) રૂ. 38,810 અને ચાંદી 44,590 રૂપિયાનાં ઓલ-ટાઇમ હાઈ પર બંધ થયા છે. નિષ્ણાતો કહે છે કે, હાલમાં મોટાભાગનાં ફંડામેન્ટલ્સમાં સોના-ચાંદીમાં વધારો જોવા મળી રહ્યો છે.

ચીને યુ.એસ.થી આયાત થયેલ 75 અબજ ડોલરનાં માલ પર 1 સપ્ટેમ્બર અને 15 ડિસેમ્બરથી વધારાની આયાત જકાત લાગુ કરવાની જાહેરાત કરી હતી. આ સ્થિતિમાં, વિશ્વભરનાં રોકાણકારો ભયભીત છે અને તેઓ સુરક્ષિત રોકાણ તરફ આગળ વધી રહ્યા છે. રોકાણકારોની નજરમાં, સલામત રોકાણનું શ્રેષ્ઠ અને વિશ્વસનીય સાધન સોનું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.