Not Set/ ભારતને પરમાણુ બોમ્બની ધમકી આપનાર જાવેદ મિયાંદાદની LOC પર જવાની જાહેરાત

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 દૂર કરવાના વિરોધમાં, ભારતને પરમાણુ બોમ્બથી સાફ કરવાની ધમકી આપનારા પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર જાવેદ મિયાંદાદની શાન હવે ઠેકાણે આવી રહીછે. તેની ધમકી આપતી શૈલી હવે નરમ પડી ગઈ છે. મિયાંદાદે રવિવારે એક નવા વીડિયોમાં કહ્યું કે ‘પાકિસ્તાન અને અહીંના લોકો શાંતિ ઇચ્છે છે. હું આ સંદેશને બોર્ડર પર લઈ જઈશ. મીડિયા સુત્રોના […]

Top Stories World

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 દૂર કરવાના વિરોધમાં, ભારતને પરમાણુ બોમ્બથી સાફ કરવાની ધમકી આપનારા પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર જાવેદ મિયાંદાદની શાન હવે ઠેકાણે આવી રહીછે. તેની ધમકી આપતી શૈલી હવે નરમ પડી ગઈ છે. મિયાંદાદે રવિવારે એક નવા વીડિયોમાં કહ્યું કે ‘પાકિસ્તાન અને અહીંના લોકો શાંતિ ઇચ્છે છે. હું આ સંદેશને બોર્ડર પર લઈ જઈશ.

મીડિયા સુત્રોના જણાવ્યા અનુસાર, ભૂતપૂર્વ ક્રિકેટર મિયાંદાદ, પાકિસ્તાની મૂળના બ્રિટીશ બોક્સર આમિર ખાન સાથે નિયંત્રણ રેખા (એલઓસી) માટે રવાના થયા હતા, પરંતુ એલઓસીના 15 કિલોમીટર પહેલા પાકિસ્તાની સૈન્યએ તેમણે અટકાવી દીધા હતા. અને બંને ખેલાડીઓને પાછા મોકલ્યા હતા.

અગાઉ જાવેદ મિયાંદાદ અને આમિર ખાને તેમના ટ્વિટર હેન્ડલથી એલઓસી પર જવાની જાહેરાત કરી હતી. મિયાંદાદે કહ્યું કે હું એલ.ઓ.સી.માં કાશ્મીરમાં શાંતિ માટે અપીલ કરીશ. બોક્સર આમિર ખાને કહ્યું કે હું એલ.ઓ.સી.માં માનવ યાત્રા દરમિયાન જાગૃતિ ફેલાવવાનો પ્રયત્ન કરીશ.

મિયાંદાદે કહ્યું, ‘કાશ્મીરના લોકો લાંબા સમયથી લડતા રહ્યા છે. હું અમનનો સંદેશ લઇને સરહદ પર જઈશ. તમામ ટોચના લોકો, કોઈપણ ક્ષેત્રના હોય, તમામને મારી સાથે આવવા અપીલ છે.  દુનિયામાંથી જે પણ મારી સાથે આવવા માંગે છે, હું તેઓને મારી સાથે લઇશ. અમે કાશ્મીરીઓની સાથે છીએ અને હંમેશા રહીશું. અમને કોઈ પણ તેમનાથી અલગ કરી શકે નહીં. હું ઈચ્છું છું કે ભારત અને પાકિસ્તાન દરેક મુદ્દાનું શાંતિથી સમાધાન કરે. ‘

https://twitter.com/ItsJavedMiandad/status/1165697909028982790

આ અગાઉ કરાંચીમાં એક રેલીમાં મિયાંદાદનો એક વીડિયો વાયરલ થયો હતો. આમાં જાવેદે કહ્યું હતું, ‘પાકિસ્તાન પાસે પણ પરમાણુ બોમ્બ છે. ભારતને સાફ કરીશું. મિયાંદાદ કહેતો હતો કે, જો તમારી પાસે લાઇસન્સ વેપન છે તો તમારો જીવ બચાવવા હુમલો કરો. તમારે તેનો ઉપયોગ કરવો જોઈએ. મિયાંદાદે કહ્યું કે દુનિયાભરમાં એકમાત્ર નિયમ છે કે તમે આત્મરક્ષણમાં હુમલો કરી શકો છો.

જ્યારે પત્રકાર દ્વારા ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર સવાલ પૂછવામાં આવ્યો ત્યારે મિયાંદાદે કહ્યું કે, “મોદી સાહેબ,  ડરપોક માણસ છે.  અને અમે પરમાણુ શક્તિ વાપરવા માટે બનાવી છે દેખાવા માટે તો નહીં જ, ઉડાવી દઈશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.