Not Set/ ગુજરાત મોજ માં !! ચોમાસું સારૂ રહેતા ગુજરાત પરથી સંકટના વાદળો દૂર

ગુજરાત માટે આનંદ દાયક સમાચાર આવી ગયા છે. રાજ્યમાં આ વર્ષે ચોમાસુ રહેતા ગુજરાત પરથી સંકટના વાદળો દૂર થયા છે. આ વર્ષે રાજ્યમાં ચોમાસામાં સરેરાશ વરસાદ 93. 54 ટકા નોંધાયો છે. જેને લઈને રાજ્યોના મોટી ભાગનાં જળાશયોમાં પાણીની સારી આવક થઈ છે. રાજ્યના 32 જેટલા જળાશયો છલકાયા છે, ત્યારે 57 જળાશયોમાં 70થી 100 ટકા પાણીનો […]

Top Stories Gujarat Others

ગુજરાત માટે આનંદ દાયક સમાચાર આવી ગયા છે. રાજ્યમાં આ વર્ષે ચોમાસુ રહેતા ગુજરાત પરથી સંકટના વાદળો દૂર થયા છે. આ વર્ષે રાજ્યમાં ચોમાસામાં સરેરાશ વરસાદ 93. 54 ટકા નોંધાયો છે. જેને લઈને રાજ્યોના મોટી ભાગનાં જળાશયોમાં પાણીની સારી આવક થઈ છે.

રાજ્યના 32 જેટલા જળાશયો છલકાયા છે, ત્યારે 57 જળાશયોમાં 70થી 100 ટકા પાણીનો સંગ્રહ થયો છે. તો 22 જળાશયોમાં 50 થી 70 ટકા પાણીનો સંગ્રહિત થયું છે. અને બીજા 35 એવા જળાશયો છે, જેમાં 20 થી 50 ટકા પાણીનો સંગ્રહ થયો છે.

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં 84.85 ટકા સંગ્રહ થતા ખેડૂતો ચિંતા મૂક્ત થઈ ગયા છે, જ્યારે ઉકાઇ ડેમ છલોછલ થતા પાણી અને વીજળી બનેંની સમસ્યાનું સમાધાન થયું છે. રાજ્યનાં બધા જળાશયોની વાત કરીએ તો જળાશયોમાં સરેરાશ 72 ટકા જેટલો પાણીનો જથ્થો સંગ્રહિત થયો છે.

આમ રાજ્યભરમાં અત્ર, તત્ર અને સર્વત્ર વરસાદને કારણે ગુજરાત મોજમાં જોવા મળી રહ્યું છે. ખેડૂતો પાણીનાં કારણે ખુશ ખુશાલ છે, તો વ્યપાર ધંધો પણ સારુ વર્ષ નિવડતા સારા રહેવાની આશા સાથે વેપારીઓ પણ ખુશ જોવામાં આવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.