Not Set/ રાજકોટ બનશે હવે પ્લાસ્ટિક મુક્ત, રાજકોટ મહાનગર પાલિકાની આ છે યોજના

આજે સમગ્ર દુનિયામાં સૌથી મોટો પ્રશ્ન પર્યાવરણ બચાવો છે. માણસ દિવસેને દિવસે પર્યાવરણને નુકસાન પહોચાડી રહ્યો છે. ત્યારે તેને બચાવવું દરેકની પ્રાથમિક ફરજ છે. જેના ભાગરૂપે દુનિયાનાં મોટાભાગનાં દેશો પ્લાસ્ટિક મુક્ત બન્યા છે. તે દિશામાં હવે રાજ્યનું રાજકોટ શહેર આગળ વધશે. પર્યાવરણને બચાવવા માટે સૌથી મોટો પડકાર પ્લાસ્ટિક છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકાએ રાજ્યમાં પ્રથમ વખત […]

Top Stories Gujarat Rajkot

આજે સમગ્ર દુનિયામાં સૌથી મોટો પ્રશ્ન પર્યાવરણ બચાવો છે. માણસ દિવસેને દિવસે પર્યાવરણને નુકસાન પહોચાડી રહ્યો છે. ત્યારે તેને બચાવવું દરેકની પ્રાથમિક ફરજ છે. જેના ભાગરૂપે દુનિયાનાં મોટાભાગનાં દેશો પ્લાસ્ટિક મુક્ત બન્યા છે. તે દિશામાં હવે રાજ્યનું રાજકોટ શહેર આગળ વધશે. પર્યાવરણને બચાવવા માટે સૌથી મોટો પડકાર પ્લાસ્ટિક છે. ત્યારે રાજકોટ મહાનગરપાલિકાએ રાજ્યમાં પ્રથમ વખત આવાસ યોજનાનાં પાર્કિંગમાં પ્રાયોગિક ધોરણે પ્લાસ્ટિકનાં પેવિંગ બ્લોક ફિટ કર્યા છે. આ પ્લાસ્ટિકના પેવિંગ બ્લોક સિમેન્ટનાં બ્લોકથી પણ વધુ મજબૂત અને કિંમતમાં પણ 30 ટકા સસ્તા છે અને ખાસ વાત એ છે કે તે વેસ્ટ મટિરીયલમાંથી બને છે.

પ્લાસ્ટીક વેસ્ટનો નિકાલ તંત્ર માટે મોટી મુસીબત છે પણ આ મુસીબતનો રાજકોટ કોર્પોરેશને રસ્તો શોધી લીધો છે અને તેની પહેલ પણ કરી દીધી છે. રાજકોટનાં મવડીમાં સ્માર્ટ ઘર-2નાં પાર્કિંગમાં 120 ચોરસ મીટરમાં પ્લાસ્ટિકનાં પેવિંગ બ્લોકને ફિટ કરાયા છે. હાલ કોર્પોરેશન 30ની મજબૂતાઇવાળા સિમેન્ટનાં 1 ચોરસ મીટરમાં પેવિંગ બ્લોક ફિટ કરવા રૂ.590 જેટલો ખર્ચ કરે છે તેની સામે પ્લાસ્ટિકનાં બ્લોક પાછળ રૂ.450નો ખર્ચ થાય છે. બે માસ સુધી પ્લાસ્ટિકનાં બ્લોક પર કેવા પ્રકારની અસર થાય છે તેનો અભ્યાસ કરાશે. જો સફળ થશે તો આગામી દિવસોમાં ફૂટપાથ સહિતની જગ્યા પર પ્લાસ્ટિકનાં બ્લોકનો ઉપયોગ કરવામાં આવશે. આ પહેલથી રાજકોટ પ્લાસ્ટીક મુકત બનશે અને પર્યાવરણને ફાયદો પણ થશે.

પ્લાસ્ટીકનાં કારણે ચોકઅપ થતી ડ્રેનેજ લાઇન પણ ચોકઅપ થતી અટકશે. આ બ્લોક સિમેન્ટ બ્લોકથી પણ વધારે મજબૂત છે. સિમેન્ટ બ્લોક બનાવવામાં જેટલો ખર્ચો થાય છે તેના કરતાં ઓછા ખર્ચે આ બ્લોક તૈયાર થશે. આગામી દિવસોમાં રાજકેાટમાંથી નીકળતા પ્લાસ્ટિકનાં કચરામાંથી પેવિંગ બ્લોક, લાદી સહિતની પ્રોડક્ટનો ઉપયોગ થાય તેવી સંભાવના છે. પ્લાસ્ટિક બ્લોકથી પર્યાવરણ બચશે અને શહેરની સ્વચ્છતામાં પણ વધારો થશે. પ્લાસ્ટિક બ્લોક બનાવવા માટે કોઇ પણ પ્રકારનું વેસ્ટ પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે. આ ઉપરાંત ડસ્ટ, ફ્લાયએસ, ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. બ્લોક બનાવવા માટે એક ચોરસ ફૂટ બ્લોકમાં 2.70 કિલો પ્લાસ્ટિક સહિતનાં વેસ્ટ મટિરિયલનો ઉપયોગ થાય છે. જે બનાવવા માટે 180થી 280 ડિગ્રી તાપમાનમાં બનતા હોવાથી ઉનાળામાં પણ તેના પર કોઇ અસર થતી નથી.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.