Not Set/ સુરત : વરાછામાં દીવાલ ધરાશાયી થતાં વૃદ્ધ મહિલા ત્રીજા માળેથી નીચે પટકાઇ

સુરત, રાજ્યભરમાં વરસાદી માહોલ ચાલી છવાયેલો છે. ત્યારે અનેક જગ્યાએ ભૂવા અને દિવાલ ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી રહી છે. આવામાં વધુ એક દિવાલ ધરાશાયી ઘટના સુરતના વરાછા વિસ્તારની સામે આવી છે. જેમાં એક વૃદ્ધ મહિલા ત્રીજા માળેથી દિવાલ ધારાશાઇ થતાં નીચે પટકાઈ હતી. જો કે ઇજાગ્રસ્ત વૃદ્ધાને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ […]

Top Stories Gujarat Surat

સુરત,

રાજ્યભરમાં વરસાદી માહોલ ચાલી છવાયેલો છે. ત્યારે અનેક જગ્યાએ ભૂવા અને દિવાલ ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી રહી છે. આવામાં વધુ એક દિવાલ ધરાશાયી ઘટના સુરતના વરાછા વિસ્તારની સામે આવી છે.

જેમાં એક વૃદ્ધ મહિલા ત્રીજા માળેથી દિવાલ ધારાશાઇ થતાં નીચે પટકાઈ હતી. જો કે ઇજાગ્રસ્ત વૃદ્ધાને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. એચએએલ તેમની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું હતું.

આપને જાણવી દઈએ કે આ વૃદ્ધ મહિલા મધુબેન સોમાભાઈ પટેલ ગુરૂવારે બપોરે દાઢ વાગ્યે સૂકવેલા કપડા લેવા આવ્યા હતા ત્યારે કપડાં લેતી વખતે અચાનક ગેલેરીનો ભાગ તૂટી પડતા નીચે પટકાઈ હતી. પરિવારે જણાવ્યું હતું કે એપાર્ટમેન્ટના મેન્ટેનન્સના અભાવના કારણે ઘટના બની હતી.

આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી જે બાદ પાલિકા અને પોલીસે તપાસ હાથ ધરી છે.સીસીટીવીમાં જોવા મળી રહ્યું છે કે આ પાળી પર વજન આવતાં તે અચાનક ઢળી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.