Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

sports news/ કોણ છે આ જર્મન મોડેલ? જેની પોસ્ટ લાઈક કરતાં ચર્ચામાં આવ્યા વિરાટ કોહલી

ક્રિકેટર વિરાટ કોહલી (Virat Kohli) જર્મન મોડેલ લિઝલાઝના સોશિયલ મીડિયા પોસ્ટ પરની પ્રતિક્રિયા માટે ચર્ચામાં આવ્યા છે.

April 17, 2026April 17, 2026Reena Mamnani
Top Stories Sports
virat kohli

Who is German model Lizlaz: ભારતીય ક્રિકેટર વિરીટ કોહલી (Virat kohli) ફરી એકવાર સોશિયલ મીડિયાને લઈને ચર્ચામાં આવ્યા છે. કોહલી માત્ર મેદાન પરની પોતાની શાનદાર બેટિંગ માટે જ નહીં, પરંતુ સોશિયલ મીડિયા પરની તેમની એક્ટિવિટી માટે પણ ઘણીવાર ચર્ચામાં રહે છે.

થોડા સમય પહેલા, કોહલીએ અભિનેત્રી અવનીત કૌરના ફોટોને લાઈક કર્યો હતો, જેને લઈને સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા શરૂ થઈ હતી. આ મામલે કોહલીએ સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે તે એક “અલ્ગોરિધમિક ગડબડ” હતી. એટલે કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મની ટેક્નિકલ ખામીના કારણે આ ઘટના બની હોવાનું તેમણે જણાવ્યું હતું.

virat kohli

હવે ફરી એકવાર એવું જ કંઈક બન્યું છે. વિરાટ કોહલીએ જર્મન ઇન્ફ્લુએન્સર લિઝલાઝ (Lizzlaz) ની એક પોસ્ટ લાઈક કરી છે, જેના કારણે ફરીથી ચર્ચાઓનો માહોલ ગરમાયો છે.

લિઝલાઝ કોણ છે?

લિઝલાઝ એક જર્મન સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને મોડેલ છે. તે ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ પર એક્ટિવ રહે છે અને પોતાના ગ્લેમરસ ફોટોશૂટ, ટ્રાવેલ કન્ટેન્ટ અને લાઇફસ્ટાઇલ પોસ્ટ્સ માટે જાણીતી છે. તેની સોશિયલ મીડિયા પર સારી એવી ફેન ફોલોઇંગ છે અને તે અનેક બ્રાન્ડ્સ સાથે પણ કામ કરે છે. અને લિઝલાઝ સપોર્ટ કરે છે, અને તેમણે એક ઇન્ટરવ્યુમાં કહ્યુ હતું કે, વિરાટ કોહલીની પ્રિય ક્રિકેટર છે.

virat kohli

વિરીટ કોહલી (virat kohli) નો એક લાઈક બન્યો ચર્ચાનો વિષય

લિઝલાઝે 30 જાન્યુઆરીએ પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરી હતી, જેમાં તે આછા વાદળી રંગના શોર્ટ ડ્રેસમાં ખૂબ જ સ્ટાઇલિશ અંદાજમાં જોવા મળી રહી છે. આ પોસ્ટને તેણીએ “કેટલાક ગોલ્ડન શૂટ” એવું કેપ્શન આપ્યું હતું.

હવે આ પોસ્ટને વિરીટ કોહલી (Virat Kohli) એ લાઈક કર્યાનો સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેના કારણે ફેન્સ અને નેટિઝન્સ વચ્ચે ભારે ચર્ચા જાગી છે.

કેમ વધી રહી છે ચર્ચા?

કોહલી જેવા વિશ્વપ્રખ્યાત ક્રિકેટર જ્યારે કોઈ ઇન્ફ્લુએન્સરની પોસ્ટ લાઈક કરે છે, ત્યારે તે સામાન્ય ઘટના રહેતી નથી. ફેન્સ અને સોશિયલ મીડિયા યુઝર્સ તરત જ તેને લઈને ચર્ચા શરૂ કરી છે. આ વખતે પણ એવું જ બન્યું છે. એક યુઝરે લખ્યું, “તમારો અલ્ગોરિધમ ક્યારેય અમારા ફોટા કેમ લાઇક નથી કરતો?” બીજા યુઝરે લખ્યું, “દરેક વ્યક્તિ ભૂલો કરે છે.” બીજા યુઝરે લખ્યું, “એવું લાગે છે કે વિરાટ કોહલી પણ લિઝલાઝનો ફેન છે. તો એક યુઝરે લખ્યું,  શું કોઇ વ્યક્તિ કોઇની પોસ્ટ પર લાઇક નથી કરી શકતો?

હાલમાં કોહલી તરફથી આ બાબતે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી, પરંતુ સોશિયલ મીડિયા પર આ મુદ્દો ફરી એકવાર ટ્રેન્ડિંગમાં છે.


આ પણ વાંચો: જોશ હેઝલવુડનો તરખાટ! રિષભ પંત ઈજાગ્રસ્ત થયો અને RCB એ લખનૌને પછાડ્યું

આ પણ વાંચો:  વિરાટ કોહલીની ઈજા પર કેપ્ટન રજત પાટીદારે તોડ્યું મૌન, મુંબઈ સામે જીત છતાં RCBની વધી ચિંતા

આ પણ વાંચો: 15 વર્ષના વૈભવ સૂર્યવંશી પાસે ઇતિહાસ રચવાની તક, તોડશે બ્રેડ હોજ અને શોન માર્શના વર્લ્ડ રેકોર્ડ

Post navigation

સંસદમાં મહા ચર્ચા વચ્ચે મધ્યરાત્રિએ મહિલા અનામત કાયદો 2023 અમલમાં આવ્યો, સરકારે બહાર પાડી સૂચના   
વૈશ્વિક GDP રેન્કિંગમાં ભારત છઠ્ઠા સ્થાને સરક્યું, જાણો શું છે મુખ્ય કારણો

More Posts

Not Set/ ગેહલોત v/s પાયલોટ : કોણ હશે રાજસ્થાનના આગામી કેપ્ટન ?

December 13, 2018December 13, 2018Harshid Patel

Japan Moon Mission/ જાપાનના મૂન મિશનને મળશે સફળતા, ‘સ્નાઈપર’નું ચંદ્રની સપાટી પર આજે  ઉતરાણ

January 19, 2024January 19, 2024Heena Dave

ફ્રોડ/ અમદાવાદમાં એએમીસ-ઔડાના મકાનોની લાલચ આપી છેતરપિંડી

April 30, 2023jani

Not Set/ હાઇકોર્ટમાં સુઓમોટો અરજી પર રાજ્ય સરકારનું 61 પાનાનું સોગંદનામુ , આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ આપ્યો જવાબ, આજે સુનાવણી

April 15, 2021April 15, 2021Bhavini vasani

corona in India/ કોરોના થયો બેકાબૂ: 24 કલાકમાં 10,542 નવા કેસ, 63,562 એક્ટિવ દર્દીઓ, 38 લોકોના મોત

April 19, 2023April 19, 2023Maya Sindhav

Excise Policy Case/ CBIએ દિલ્હી લિકર પોલિસી કેસમાં વિજય નાયરની કરી ધરપકડ, AAPએ કહ્યું..

September 27, 2022garima rao

World News/ AI છબીઓ: જો ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસે ભારતીય નેતાઓની જેમ પ્રચાર કર્યો હોત, તો શું દ્રશ્ય હોત? AI ની આંખો દ્વારા જુઓ!

November 4, 2024Nikunj Patel

Not Set/ છેલ્લાં બે વર્ષમાં માસ્ક નહીં પહરનારા પાસેથી 249.81 કરોડ રૂપિયા વસૂલ કર્યા

March 11, 2022padma prajay

Ahmedabad News/ સુરતના પોલીસ ઈન્સ્પેક્ટરને એક લાત 3 લાખમાં પડી

September 18, 2024Maya Sindhav

જાહેરાત/ ઇગ્લેન્ડના પ્રવાસ માટે ભારતીય મહિલા ટીમની જાહેરાત

May 15, 2021garima rao
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy