Not Set/ ચિદમ્બરમ 2 સપ્ટેમ્બર સુધી CBI કસ્ટડીમાં રહેશે, 55 કલાકમાં 400 જવાબો આપ્યા

CBIએ દિલ્હી કોર્ટને વિનંતી કરી હતી કે, INX મીડિયા કેસમાં પૂછપરછ માટે પૂર્વ નાણાં પ્રધાન પી. ચિદમ્બરમની કસ્ટડીમાં વધુ પાંચ દિવસો માટે વધારવામાં આવે. ચિદમ્બરમને ચાર દિવસની CBI કસ્ટડી સમાપ્ત થયા બાદ વિશેષ ન્યાયાધીશ અજયકુમાર કુહર સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. દિલ્હી કોર્ટ દ્વારા CBIની અરજી પર ચિદમ્બરમને 2 સપ્ટેમ્બર સુધી કસ્ટડી આપવામાં આવી છે. […]

Top Stories India
પૂર્વ કેન્દ્રીય નાણાં પ્રધાન પી ચિદમ્બરમ

.

પી. ચિદમ્બરમ દ્વારા 55 કલાકમાં 400 પ્રશ્નોનાં જવાબ આપ્યા

આજની દલિલમાં સીબીઆઈ દ્વારા કોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, છેલ્લા 55 કલાક દરમિયાન ચિદમ્બરમે સીબીઆઈના 400 પ્રશ્નોના જવાબ આપ્યા હતા. કોર્ટે સીબીઆઈને કહ્યું હતું કે 8 દિવસની પૂછપરછ બાદ પણ ચિદમ્બરમ પાસેથી વિશેષ શું મળ્યું છે. કોર્ટમાં કેટલાક દસ્તાવેજો પણ રજૂ કરાયા. પી ચિદમ્બરમની સુનાવણીની પહેલાં તેમના પુત્ર કાર્તિ ચિદમ્બરમ કોર્ટમાં પહોંચ્યા હતા. ચિદમ્બરમનો કસ્ટડીનો સમયગાળો આજે સમાપ્ત થઈ રહ્યો હતો.

ચિદમ્બરમનાં વકીલે કોર્ટમાંથી પ્રશ્નો પૂછ્યા

ચિદમ્બરમનાં વકીલે કહ્યું કે તેમના અસીલ પાસેથી અત્યાર સુધી 400 પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. તેમણે બધાના જવાબો આપ્યા છે, તો રિમાન્ડ વધારવાની શું જરૂર છે ? ચિદમ્બરમે કોર્ટમાં બોલવાની પરવાનગી માંગી હતી. કોર્ટે મંજૂરી આપતા, ચિદમ્બરમે કહ્યું કે સીબીઆઈ ફરીથી તે જ પ્રશ્નનું પુનરાવર્તન કરી રહી છે. જેનાં જવાબો મેં પહેલેથી જ આપી દીધા છે. દરેક વખતે ત્રણ ફાઇલો બતાવવામાં આવે છે. ચિદમ્બરમે કહ્યું કે તે CBIની વધુ રિમાન્ડની માંગનો વિરોધ કરે છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.