પરમાણુ યુદ્ધની ધમકી આપતા પાકિસ્તાનમાં અન્ન સંકટ વધી રહ્યું છે. પાકિસ્તાનમાં ઘઉંના ભાવો આસમાને પહોંચી ગયા છે. આજ માહિનામાં ઘઉની કિંમતો ત્રીજી વખત વધી છે. હાલમાં પાકિસ્તાનમાં સામાન્ય કેટેગરીના લોટના ભાવ પ્રતિ કિલો 44.50 પર પહોંચી ગયા છે, જ્યારે સુપર ફાઇન અને ફાઇન ગ્રેડના લોટના ભાવ પ્રતિ કિલો. 47.50 પર પહોંચી ગયા છે. પરિણામે, એક પેકેટ પાઉં 40 થી 80 રૂપિયામાં વેચાઇ રહ્યાં છે. આટલું જ નહીં, વેબસાઇટ NUMBEO અનુસાર, સારી ગુણવત્તાવાળા ચોખાના ભાવ પ્રતિ કિલો 130.47 રૂપિયા પર પહોંચી ગયા છે.
ઇમરાને પ્રાંત અધિકારીઓને સૂચના આપી હતી
પાકિસ્તાની અખબાર ડોન અનુસાર, આ વર્ષે એપ્રિલથી સામાન્ય કેટેગરીના લોટના ભાવમાં પ્રતિ કિલો રૂ .11 નો વધારો થયો છે. દેશમાં ખોરાકની સમસ્યાને કારણે પાકિસ્તાની શાસકોની ઊંઘ હરામ થઈ ગઈ છે. પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને લોટના સતત વધતા જતા ભાવો પર લગામ લાવવા પ્રયાસો વધુ તીવ્ર કરવા પ્રાંત અધિકારીઓને નિર્દેશ આપ્યો છે. અહેવાલ મુજબ, આ મહિનાના બકરી ઈદ પ્રસંગે ભાવમાં તીવ્ર વધારો નોંધવામાં આવ્યો હતો. આ પછી, 22 ઓગસ્ટે બીજી વાર કિંમતોમાં વધારો કરવામાં આવ્યો હતો.
ફ્લોર મિલ માલિકોએ ચેતવણી આપી છે
પાકિસ્તાનની લોટ મિલો લોટના 10 કિલો બેગ માટે 450 રૂપિયા લે છે. પાકિસ્તાન ફ્લોર મિલ્સ એસોસિએશનના સિંધ ઝોનના પ્રમુખ મોહમ્મદ જાવેદ યુસુફે કહ્યું કે દેશમાં ઘઉંના ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂ .4,000 પર પહોંચી ગયા છે. તેમણે કહ્યું કે હું સરકારને ખાદ્યપદાર્થોના સંકટ અંગે ચેતવણી આપવા માંગુ છું. ઘઉંના પૂરતા પ્રમાણમાં જથ્થો અનામત રાખવામાં સરકાર નિષ્ફળ ગઈ છે. જો કે, તેનાથી વિપરિત, પાકિસ્તાની શાસકો ભારત સામે યુદ્ધ કરવાની ધમકી આપી રહ્યા છે.
સૈન્યએ દેશના સંસાધનોને ઊધઈની જેમ ખાઈ ગઈ છે.
પરિસ્થિતી એવી છે કે, પાકિસ્તાનના વડા પ્રધાન કાર્યાલય પાસે વીજળીનું બિલ ભરવા માટે પૈસા નથી. બીજી તરફ, પાકિસ્તાનની સૈન્ય ભારતીય સૈન્યના ડરને કારણે, તેના દેશના સંસાધનોને ઊધઈની માફક ખાઈ રહી છે. પાકિસ્તાની સૈન્યએ તાજેતરમાં પણ એક મિસાઇલનું પરીક્ષણ કર્યું છે. પરિણામે દેશ પર આર્થિક બોજ વધી રહ્યો છે. પાકિસ્તાન પાસે માત્ર 15 અબજ ડોલરનું વિદેશી ચલણ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાન છેલ્લા 22 વર્ષમાં 30 કરતા વધુ વખત આઇએમએફ પાસે લોન રૂપે ભીખ માંગવા જાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
