Not Set/ બનાસકાંઠા : સમગ્ર પંથકમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી

બનાસકાંઠા ના વાવ થરાદ પંથકમાં લાંબા વિરામ બાદ ફરી વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. લાંબા વિરામ બાદ વરસેલા વરસાદ ને કારણે લોકોમાં ફરી એકવાર હર્ષની લાગણી ફેલાઈ ગઈ છે. વહેલી સવારથી ભારે ઉકળાટ બાદ ધોધમાર વરસાદ  પડતાં વાતાવરણ માં ઠંડક ફેલાઈ ગઈ છે. તો બીજું બાજુ ખેડૂતોમાં પણ […]

Top Stories Gujarat Others

બનાસકાંઠા ના વાવ થરાદ પંથકમાં લાંબા વિરામ બાદ ફરી વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ભારે ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. લાંબા વિરામ બાદ વરસેલા વરસાદ ને કારણે લોકોમાં ફરી એકવાર હર્ષની લાગણી ફેલાઈ ગઈ છે.

વહેલી સવારથી ભારે ઉકળાટ બાદ ધોધમાર વરસાદ  પડતાં વાતાવરણ માં ઠંડક ફેલાઈ ગઈ છે.

તો બીજું બાજુ ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ખેતરોમાં મોંઘા ભાવના બિયારણ લાવીને વાવેલા પાક ને જાણે નવું જીવન મળ્યું છે. વરસાદ પડતાં ખેડૂતોની  ખુશી બેવડાઈ ગઈ છે.  શહેરી જનોને ગરમીમાંથી રાહત મળતાં ખુશી અનુબાવી રહ્યા છે.

તો બનાસકાંઠાના ઇકબાલગઢમાં પણ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થી છે. ઝરમર ઝરમર વરસાદ બાદ ધોધમાર વરસાદ શરૂ થયો  છે.  નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.

તો બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના તાલુકાનાં સારા વરસાદના થયાનું અહેવાલો જણાવી રહ્યા છે. જિલ્લાના પાલનપુર, વાવ- થરાદ, ડીસા, ઇકબાલ ગઢ, કાંકરેજ વિગેરે વિસ્તારોમાં દોધમાર વરસાદના અહેવાલ આવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.