મોરબી,
મોરબીના વાંકાનેર ગામમાથી બે દિવસ પહેલા બાઉન્ડરી પાસે આવેલ દેવાબાપની જગ્યા પાસેથી બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું. જેની લાશ આજે મળી આવતા ચકચાર મચી ગઈ છે.
આપને જણાવી દઈએ કે અપહરણ પરાયેલા પાંચ વર્ષના માસુમ બાળકની આજે એ જ્ગ્યાની પાછળથી લાશ મળી આવી છે જે જ્ગ્યાએ થી તેનું અપહરણ થયું હતું. બાળકની લાશ દોરડું અને પાઇપ સાથે બાંધેલી હાલતમાં મળી આવી છે.
આ ઘટનાને પગલે ડીવાયએસપી,એલસીબી,એસઓજી તથા વાંકાનેર પોલીસ ઘટનાસ્થળે દોડી જઈને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર બાઉન્ડરી નજીક આવેલ મહંત દેવાબાપની જગ્યા પાસેથી બે દિવસ પહેલા એક પાંચ વર્ષના માસુમ બાળક પ્રિન્સનું અપહરણ કરવામાં આવ્યું હતું.
આ બનાવ બાદ વાંકાનેર તાલુકા પોલીસ તથા એલસીબી અને એસઓજીએ વિવિધ દિશામાં તપાસ હાથ ધરી હતી. પણ અપહરણ કરાયેલા બાળકની કોઈ કડી મળી ન હતી.
દરમ્યાન આજે જે જગ્યાએથી બાળકનું અપહરણ થયું હતું તે દેવાબાપાની જગ્યાની પાછળના કુવામાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો છે. કુવામાંથી બાળકની લાશ બહાર કાઢીને ફોરેન્સિક પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
