Ahmedabad News/ નશો કરીને બફામ કાર હંકારી અકસ્માત કરનારા રિપલ પંચાલને 24 કલાકમાં મળ્યા જામીન

સ્થાનિકોએ રીપલને એટલો માર માર્યો હતો કે, તેના કપડા પણ ફાટી ગયા હતા

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News : અમદાવાદમાં સોમવારે ઈસ્કોન આંબલી રોડ પર એક કાર ચાલકે નશાની હાલતમાં અકસ્માત સર્જયો હતો. આ કાર ચાલકે સાત જેટલા વાહનોને અડફેટે લીધા હતા. ત્યારબાદ તેની કાર રેલિંગ સાથે અથડાઈ હતી. આ અકસ્માત થયો ત્યારે કાર ચાલક રિપલ પંચાલ ચિક્કાર નશામાં હતો. તેણે દારૂ પી કાર ચલાવી હતી. આ ઘટના બાદ પોલીસે તેની ધરપકડ કરી હતી. પરંતુ હવે માત્ર 24 કલાકમાં જ આરોપીને જામીન મળી ગયા છે. સોમવારે અકસ્માત સર્જયા બાદ આરોપી રિપલ પટેલે આજે કોર્ટમાં જામીન અરજી મુકી હતી.

પોલીસે આરોપીના રિમાન્ડની માંગ ન કરતા કોર્ટે માત્ર 24 કલાકમાં રિપલ પટેલને જામીન આપી દીધા છે. નબીરા રિપલ પટેલને 15 હજારના શરતી જામીન પર મુક્ત કરવામાં આવ્યો છે.સોમવારે સવારે 9 વાગ્યાની આસપાસ રીપલ પંચાલે આ અકસ્માત સર્જ્યો હતો. ધન્નાસેઠનો પાવર જુઓ મીડિયાને કહ્યું મારો વકીલ જવાબ આપશે. દારૂડિયા રિપલની અકડ જોવા જેવી હતી. તેણે ખુલ્લમખુલ્લા કહ્યું હતું કે, મને અફસોસ નથી. નશો કરવાની મારી પાસે પરવાનગી છે. હું નોર્મલ છું, કોઈની જોડે અકસ્માત નહીં થયો. સ્થાનિકોએ રીપલને એટલો માર માર્યો હતો કે, તેના કપડા પણ ફાટી ગયા હતા.

ધન્નાસેઠ આરોપી રિપલ પંચાલને કોઈ અફસોસ નથી તેવુ તેણે સ્પષ્ટ કહ્યું હતું. રિપલ પંચાલને અકસ્માત કર્યાનો કોઈ અફસોસ તેના ચહેરા પર દેખાતો ન હતો. આરોપી રિપલે કહ્યું મને કોઈ અફસોસ નથી. એટલુ જ નહિ, લોકોએ તેને માર માર્યો તેના પણ તેને હોંશકોંશ ન હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ સુરતમાં SOG પોલીસે 100 કરોડના હવાલા કૌભાંડમાં અમદાવાદમા કનેક્શન ઝડપ્યું,ઓમ પંડ્યાની કરી ધરપકડ

આ પણ વાંચોઃ સુરત ઈન્ટરનેશનલ સાયબર ફ્રોડ અને હવાલા રેકેટમાં વધુ ત્રણ ઝડપાયા

આ પણ વાંચોઃ સુરતમાં હવાલા સિમકાર્ડ રેકેટ મામલે વધુ એક ફરિયાદ નોંધાઈ