Surat News: સુરતના (Surat) હવાલા સિમકાર્ડ રેકેટમાં અંદાજે 100 કરોડની આસપાસના ટ્રાન્ઝેક્શનો (Transactions) સુરત પોલીસે શોધી કાઢ્યા છે. હવાલા કાંડ રેકેટ એસઓજીએ પાર પાડ્યું હતું. જેમાં સૌપ્રથમ મકબુલ, કાસીફ અને માઝની ધરપકડ કરી પોલીસે કાર્યવાહી કરી હતી. આરોપીઓની ધરપકડ બાદ તેમની ઊંડાણ સુધીની પૂછપરછ કરવામાં આવી હતી જેમાં આરોપીઓએ કબૂલ્યું હતું કે તેઓએ સુરત અને નવસારી કલેકટર પાસેથી કેટલીક પ્રોપર્ટીની માહિતી મંગાવી પ્રાપ્ત કરી હતી.
જેમાં દુબઇ, નવસારી અને ખાસ કરીને સુરતમાં પ્રોપર્ટી વસાવી શકાય છે. મકબુલ અને તેની ટોળકીને દુબઈમાં બેઠેલો મહેશ દેસાઇ દરેક હવાલા માટે 10 ટકા કમિશન આપતો હતો. જેનાથી મકબુલ અને તેના બે પુત્રોની કરોડો કમાણી ઊભી થઈ હતી. પોલીસ તપાસમાં પણ મકબુલની કરોડોની સંપતિ મળી આવી હતી. જેમાં સિંધીવાડના ઘર ઉપરાંત ચોક બજારમાં ગ્રાઉન્ડ પ્લસ બે માળનો ઇન્ડસ્ટ્રિયલ શેડ, નવસારીના ડાભેલમાં વૈભવી ફાર્મહાઉસ ઉપરાંત દુબઇનાં પોશ વિસ્તાર બરસામાં 3 BHK ફલેટ પણ વસાવ્યો હતો. દુબઇ આવવા જવામાં સરળતા રહે તે માટે ત્યાં ડોક્ટર અબ્દુલ જનરલ ટ્રેડિંગ કું. એલ.એલ.સી. નામે કંપની ખોલી કારભાર ચલાવવામાં આવતો હતો.હાલ તો સુરત પોલીસે વિદેશની સંપત્તિ તથા હવાલા નેટવર્ક માટે કેન્દ્રીય એજન્સીઓને પણ જાણ કરી છે.
સુરત SOG એ જે મહત્વની કામગીરી કરી છે એમાં આરોપીઓનાં દસ્તાવેજ અને વ્હોટ્સએપ ચેટ પરની તપાસ શરૂ કરતા કેટલાક ખુલાસા સામે આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ ટોળકીએ રૂપિયા 99 કરોડથી પણ વધુના ટ્રાન્ઝેક્શનનો શોધી કાઢ્યા છે. સાથે જ આરોપીઓ પાસેથી 180 જેટલા બેંક એકાઉન્ટ મળી આવ્યા છે, જેમાંથી 146 જેટલા બેન્ક એકાઉન્ટ સીઝ કરવામાં આવ્યા છે. હજી 34 જેટલા એકાઉન્ટની સીઝ કરવાની બાકી છે. ચકચારી આ હવાલા કૌભાંડમાં ત્રણેય આરોપીઓ બાદ ગુજસીટોકના આરોપી આરીફ મીંડીના પુત્ર ઉહેદ શેખની પણ ધરપકડ કરાઈ હતી.જેના પાછળ હવે sog એ તપાસ શરૂ કરી છે.
હાલ તો કહી શકાય છે ચકચારિત હવાલા કાંડ ટોળકી પર ત્રણ જગ્યાએ ફરિયાદ નોંધવામાં આવી છે. આરોપીઓ જે બેન્ક એકાઉન્ટ જરૂરિયાતમંદ, શ્રમિક અને દારૂડીયાઓના નામે ખોલાવતા હતા. આ જ બેન્ક એકાઉન્ટથી સાયબર ફ્રોડની ઘટનામાં ટ્રાન્ઝેક્શન કરવામાં આવતું હતું. આવા ત્રણ કેસો હાલ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની તપાસમાં આસમે આવ્યા છે, જોકે આશ્ચર્ય ની વાત તો એ છે કે તેલંગાણા, મુંબઈ સેન્ટ્રલ અને વડોદરામાં આ બેન્ક એકાઉન્ટ મામલે FIR પણ કરવામાં આવી છે. હાલ આ મામલે હજી નવા ખુલાસા થઈ શકે તેવી શક્યતા સુરત એસોજીએ વ્યક્ત કરી છે.
@રાબિયા સાલેહ
આ પણ વાંચો:સુરેન્દ્રનગરમાં ગુજસીટોકના આરોપીઓએ પોલીસ પર કર્યુ ફાયરિંગ
આ પણ વાંચો:બનાસકાંઠામાં ગુજસીટોકનો પ્રથમ ગુનો નોંધાયો,કાંકરેજનાં ત્રણ શખ્સો વિરુદ્ધ કાર્યવાહી
આ પણ વાંચો:જામનગરના ચકચારી ગુજસીટોક કેસમાં કુખ્યાત જાડેજા બંધુ સહિત 5 આરોપીઓને મળ્યા જામીન