Political/ આંદોલનમાં મૂત્યુ પામનારા ખેડૂતોનો કોઇ આંકડો નથી, એટલે વળતરનો સવાલ જ નથીઃ કેન્દ્ર સરકાર

ખેડૂત નેતાઓ આંદોલનમાં જીવ ગુમાવનારા ખેડૂતો માટે વળતરની માંગ કરી રહ્યા છે, પરંતુ લોકસભામાં એક સવાલનાં જવાબમાં કેન્દ્ર સરકારે કહ્યું કે, તેમની પાસે આવો કોઈ રેકોર્ડ નથી. તેથી તેમને વળતર આપવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી.

Top Stories India
મૂત્યુ પામનારા ખેડૂતોનો કોઇ આંકડો

ત્રણ કૃષિ કાયદાઓ સામે ચાલી રહેલા આંદોલનમાં લગભગ 700 ખેડૂતોએ જીવ ગુમાવ્યો હતો. ખેડૂત નેતાઓ આંદોલનમાં જીવ ગુમાવનારા ખેડૂતો માટે વળતરની માંગ કરી રહ્યા છે, પરંતુ લોકસભામાં એક સવાલનાં જવાબમાં કેન્દ્ર સરકારે કહ્યું કે, તેમની પાસે આવો કોઈ રેકોર્ડ નથી. તેથી તેમને વળતર આપવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી.

આ પણ વાંચો – Political / સાંસદોને સસ્પેન્ડ કર્યા બાદ એક સાથ આવ્યું વિપક્ષ, રાહુલ ગાંધીએ પણ સરકાર વિરુદ્ધ બાયો ચઢાવી

લોકસભામાં સરકારને પૂછવામાં આવ્યું કે, શું મૃતક ખેડૂતોનાં પરિવારોને આર્થિક સહાય આપવા માટે કોઈ પ્રસ્તાવ તૈયાર કરવામાં આવી રહ્યો છે. તેના પર કેન્દ્ર સરકાર દ્વારા લોકસભામાં જવાબ આપવામાં આવ્યો હતો કે કૃષિ મંત્રાલય પાસે ખેડૂતોનાં મૃત્યુનો કોઈ સત્તાવાર રેકોર્ડ નથી. તેથી, તેમને અથવા આ સંદર્ભે વળતર આપવાનો કોઈ પ્રશ્ન નથી. નોંધનીય છે કે છેલ્લા એક વર્ષથી ખેડૂતો દિલ્હીની સરહદ પર ત્રણ કૃષિ કાયદાઓ વિરુદ્ધ આંદોલન કરી રહ્યા હતા. આ આંદોલનમાં લગભગ 700 ખેડૂતોએ જીવ ગુમાવ્યો હતો. ખેડૂત આગેવાનો તેમજ તેમના પરિવારો વળતરની માંગ કરી રહ્યા છે. વિરોધ પક્ષો તરફથી પણ વળતરની સતત માંગ કરવામાં આવી રહી છે. કોંગ્રેસનાં નેતાઓને સ્થગન દરખાસ્ત મોકલીને આ મુદ્દે ચર્ચા કરવા પણ કહેવામાં આવ્યું હતું. આપને જણાવી દઈએ કે, વડા પ્રધાને 19 નવેમ્બરે શિયાળુ સત્રનાં પ્રથમ દિવસે ત્રણ કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની જાહેરાત કર્યા પછી, સરકારે બન્ને તરફથી ભારે હોબાળા વચ્ચે કોઈપણ ચર્ચા વિના ત્રણેય કાયદાઓ પાછા ખેંચવા માટેનું બિલ સંસદનાં બન્ને ગૃહોમાંથી પસાર કર્યું હતું.

આ પણ વાંચો – Political / જયા બચ્ચને પ્રદર્શન કરી રહેલા સાંસદોને ચોકલેટ-બિસ્કિટ આપી, કહ્યુ-વિરોધ ચાલુ રાખવા માટે ઊર્જાની જરૂર પડશે

કૃષિ પ્રધાન નરેન્દ્ર તોમરે આજે સંસદમાં એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે છેલ્લા એક વર્ષમાં ત્રણ વિવાદાસ્પદ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોનાં મૃત્યુનો સરકાર પાસે કોઈ રેકોર્ડ નથી. વિપક્ષે પૂછ્યું હતું કે, શું સરકાર ખેડૂતોનાં મૃત્યુની સંખ્યા ધરાવે છે અને શું તે અસરગ્રસ્ત પરિવારને આર્થિક સહાય આપવાનું વિચારી રહી છે. તોમરે લોકસભામાં કહ્યું કે, કૃષિ મંત્રાલય પાસે આ મામલે કોઈ રેકોર્ડ નથી અને તેથી વળતરનો કોઇ સવાલ જ ઊભો થતો નથી.