Political/ જયા બચ્ચને પ્રદર્શન કરી રહેલા સાંસદોને ચોકલેટ-બિસ્કિટ આપી, કહ્યુ-વિરોધ ચાલુ રાખવા માટે ઊર્જાની જરૂર પડશે

સંસદ સંકુલમાં ગાંધી પ્રતિમા નીચે ધરણા કરી રહેલા વિરોધીઓને જયા બચ્ચન ચોકલેટ અને બિસ્કિટ વહેંચતા હોવાનો વીડિયો સામે આવ્યો છે. તેમણે સાંસદોને બિસ્કિટ અને ચોકલેટ આપતા કહ્યું કે વિરોધ ચાલુ રાખવા માટે ઊર્જાની જરૂર પડશે.

Top Stories India
સંસદ બહાર ધરણા અને જયા બચ્ચન

સંસદમાં આજે (બુધવાર) શિયાળુ સત્રનો ત્રીજો દિવસ છે, પરંતુ વિપક્ષનાં હોબાળા અને લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહીમાં વિક્ષેપને કારણે દિવસનું પ્રથમ સત્ર હોબાળાની ભેટ ચઢી ગયું હતું. દરમિયાન, રાજ્યસભાનાં 12 સસ્પેન્ડેડ સભ્યો સંસદ પરિસરમાં ધરણા પર બેઠા હતા, જ્યારે કોંગ્રેસનાં નેતાઓ રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે અને અન્ય વિપક્ષી નેતાઓએ સંસદમાં ગાંધી પ્રતિમાની સામે સાંસદોનાં સસ્પેન્શનને લઈને વિરોધ કર્યો હતો. દરમિયાન સપા સાંસદ જયા બચ્ચન આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

સંસદ બહાર ધરણા

આ પણ વાંચો – Political / સાંસદોને સસ્પેન્ડ કર્યા બાદ એક સાથ આવ્યું વિપક્ષ, રાહુલ ગાંધીએ પણ સરકાર વિરુદ્ધ બાયો ચઢાવી

સંસદનાં ચોમાસા સત્ર દરમિયાન રાજ્યસભામાં ‘અભદ્ર વર્તન’ બદલ સસ્પેન્ડ કરાયેલા 12 વિપક્ષી સાંસદો આ કાર્યવાહીનાં વિરોધમાં બુધવારે સંસદ પરિસરમાં મહાત્મા ગાંધીની પ્રતિમા નીચે ધરણા પર બેઠા હતા. સસ્પેન્શન પાછું ખેંચવાની માંગણી કરતા સાંસદોએ કહ્યું કે જ્યાં સુધી તેમની માંગ પૂરી ન થાય ત્યાં સુધી તેઓ ધરણા ચાલુ રાખશે. આ દરમિયાન સપા સાંસદ જયા બચ્ચન તેમને પ્રોત્સાહિત કરવા ત્યાં પહોંચ્યા અને તેમને ચોકલેટ, બિસ્કિટ આપ્યા હતા. સંસદ સંકુલમાં ગાંધી પ્રતિમા નીચે ધરણા કરી રહેલા વિરોધીઓને જયા બચ્ચન ચોકલેટ અને બિસ્કિટ વહેંચતા હોવાનો વીડિયો સામે આવ્યો છે. તેમણે સાંસદોને બિસ્કિટ અને ચોકલેટ આપતા કહ્યું કે વિરોધ ચાલુ રાખવા માટે ઊર્જાની જરૂર પડશે. તેમણે વિરોધ કરી રહેલા સાંસદોને કહ્યું, ઉર્જા માટે તે ખૂબ જ જરૂરી છે, જેથી તમે સરકાર સામે ધરણા પર બેસી શકો. જે નેતાઓને ‘અશિષ્ટ વર્તન’ માટે રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમાં કોંગ્રેસ અને તૃણમૂલ કોંગ્રેસ સહિત વિપક્ષી પાર્ટીઓનાં 12 સભ્યોનો સમાવેશ થાય છે. સંસદનાં શિયાળુ સત્રનાં બાકીનાં સમય માટે તેમને રાજ્યસભાનાં સભ્યપદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

સંસદ બહાર ધરણા અને જયા બચ્ચન

આ પણ વાંચો – વરસાદ / મુંબઈ સહિત દેશનાં પશ્ચિમી વિસ્તારમાં વરસાદને લઇને હવામાન વિભાગની જાણો શું છે આગાહી

વિરોધ પક્ષોમાંથી સસ્પેન્ડ કરાયેલા સાંસદોમાં CPM નાં ઈલામારામ કરીમ, કોંગ્રેસનાં ફૂલ દેવી નેતામ, છાયા વર્મા, રિપુન બોરા, રાજમણિ પટેલ, સૈયદ નાસિર હુસૈન, અખિલેશ પ્રતાપ સિંહ, તૃણમૂલ કોંગ્રેસના ડોલા સેન અને શાંતા છેત્રી, શિવસેનાના પ્રિયંકા ચતુર્વેદી અને અનિલ દેસાઈ અને CPI નાં વિનય વિશ્વમનો સમાવેશ થાય છે. સાંસદોનાં સસ્પેન્શનને “અલોકતાંત્રિક” ગણાવતા કોંગ્રેસનાં નેતા રિપુન બોરાએ કહ્યું કે, સરકાર મનસ્વી રીતે સસ્પેન્શનની દરખાસ્ત લઈને આવી છે. વળી, વિરોધ કરી રહેલા સાંસદોને લઈને કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીનું નિવેદન પણ સામે આવ્યું છે, જેમાં તેમણે મહાત્મા ગાંધીને સદબુદ્ધિ આપવાની પ્રાર્થના કરી હતી. વિરોધ કરી રહેલા સાંસદોને લઈને તેમણે કહ્યું કે, જો તેઓ ફરીથી રાજ્યસભામાં આવવા ઈચ્છતા હોય તો તેમણે પોતાના કામ પર પસ્તાવો કરવો જોઈએ. તેમણે કહ્યું, ‘તેમને ધરણા પર બેસવા દો… હું મહાત્મા ગાંધીને પ્રાર્થના કરું છું કે તેઓ તેમને બુદ્ધિ આપે.’