Surat News : સુરતના ઈન્ટરનેશનલ ફ્રોડ અને હવાલા રેકેટ મામાલામાં પોલીસે વધુ ત્રણ આરોપીની ધરપકડ કરી છે. SOGએ હવાલા રેકેટમાં વધુ ત્રણ આરોપીની ધરપકડ કરી છે. જેમાં સુરતના બે અને મહારાષ્ટ્રના એક આરોપીનો સમાવેશ થાય છે. પોલીસે આ કૌભાંડમાં પ્રી એક્ટિવ સીમકાર્ડ સપ્લાય કરનારા શખ્સની ધરપકડ કરી છે.
SOGએ સુરતના ભેસ્તાન ખાતેથી અલી બિલાલ ઝવેરી અને પીર મોહમ્મદ અશરફ મેમણની ધરપકડ કરી હતી. બન્ને આરોપી પ્રી એક્ટિવ સીમકાર્ડ સપ્લાય કરનારા હોવાનું પોલીસે જણાવ્યું હતું. જ્યારે મહારાષ્ટ્રના થાણેના નાલાસોપારાના સત્યમ કિશનલાલ ગુપ્તીની ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચો:અમદાવાદ કોર્પોરેશનની પાર્કિંગ પોલિસીને રાજ્ય સરકારની મંજૂરી, તબક્કાવાર અમલમાં મુકાશે
આ પણ વાંચો:અમદાવાદ કોર્પોરેશનની વિલંબમાં પડેલી કમિટી રચવા કવાયત, લોબિંગમાં લાગ્યા કોર્પોરેટરો
