વડોદરા,
વડોદરાના માંજલપુર વિસ્તારમાંથી યુવતીની લાશ મળી આવતાં ચકચાર મચી જવા પામી હતી. વહેલી સવારે 7 વાગ્યાના સુમારે કોચર કોલ સેન્ટર પાછળ આવેલા બ્રીજ વાટીકા-1 પાસે એક યુવતિની લાશ મળી આવી હતી.વીજ થાંભલા પર ગળે ફાંસો ખાધેલ હાલતમાં આ લાશ મોર્નિગ વોક માટે નિકળેલ મહિલાઓએ પોલીસને જાણ કરી હતી.. જેથી પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને હત્યા કે આત્મહત્યા તે અંગે તપાસ હાથ ધરી હતી.
આપને જણાવી દઈએ કે વડોદરાના માંજલપુર વિસ્તારમાં કોચર કોલ સેન્ટરની પાછળ આવેલી બ્રિજ વાટીકા સોસાયટી સામે આવેલ વીજ થાંભલા ઉપર ઓઢણીથી ફાંસો ખાધેલી હાલતમાં બ્લેક જીન્સ પેન્ટ અને બ્લ્યુ કલરની ટી-શર્ટ પહેરેલી યુવતીની લાશ મળી આવી હતી.
ઉલ્લેખનીય છે કે વીજ થાંભલાની સામે રહેતા એક મકાન માલિકે સવારે 7 વાગે વીજ થાંભલા ઉપર યુવતીની લટકેલી લાશ જોતા માંજલપુર પોલીસને જાણ કરી હતી. બનાવની જાણ થતાં તુરત જ પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી. અને લાશનો કબજો લઇ કાર્યવાહી કરી હતી. અને લાશને સયાજી હોસ્પિટલમાં પોષ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.
હાલમાં પોલીસે યુવતીની લાશના ફોટાના આધારે તપાસ શરૂ કરી છે. પોલીસને લાશના ફોટા શહેર-જિલ્લાના તમામ પોલીસ મથકમાં મોકલી આપ્યા છે. આ સાથે પોલીસે ગુમ થયેલી યુવતીઓની વિગતો પણ એકઠી કરવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે. પોલીસે અત્રે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
