Not Set/ લો બોલો !! સદીનાં મહાનાયક અમિતાભ બચ્ચનનાં ઘર પ્રતીક્ષામાં ભરાયુ ગંદુ પાણી

ભારે વરસાદને કારણે મુંબઇ આજે ખરાબ હાલતમાં છે. સમગ્ર મુંબઇ જળબંબાકાર થઇ ગયુ છે. આ વરસાદમાં સદીનાં મહાનાયક કહેવાતા અમિતાભ બચ્ચનનાં ઘરે પણ ગંદુ પાણી ઘૂસી ગયું. અમિતાભ બચ્ચનનાં ઘર પ્રતીક્ષાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં ઘરનો મુખ્ય ગેટ પાણીથી ભરેલો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં દેખાય છે કે ઘરની બહાર ગંદુ પાણી છે […]

Top Stories India

ભારે વરસાદને કારણે મુંબઇ આજે ખરાબ હાલતમાં છે. સમગ્ર મુંબઇ જળબંબાકાર થઇ ગયુ છે. આ વરસાદમાં સદીનાં મહાનાયક કહેવાતા અમિતાભ બચ્ચનનાં ઘરે પણ ગંદુ પાણી ઘૂસી ગયું. અમિતાભ બચ્ચનનાં ઘર પ્રતીક્ષાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં ઘરનો મુખ્ય ગેટ પાણીથી ભરેલો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં દેખાય છે કે ઘરની બહાર ગંદુ પાણી છે જે ઘરની અંદર પણ પહોંચી ગયું છે.

આપને જણાવી દઇએ કે અમિતાભ બચ્ચનનો બંગલો પ્રતીક્ષા જુહુ વિસ્તારમાં આવેલો છે. બંગલામાં પાણી ભરાવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવતાં ચાહકો પણ નારાજ થયા હતા. અમિતાભ બચ્ચનનાં ચાહકો એવા પ્રશ્નો પૂછી રહ્યા છે કે ઘરમાં બધું ઠીક છે કે નહીં.

https://www.instagram.com/p/B1–G3MnCvx/?utm_source=ig_web_copy_link

અમિતાભ બચ્ચન હાલનાં દિવસોમાં કૌન બનેગા કરોડપતિની સીઝન 11  ને લઇને ચર્ચામાં છે. આ સીઝનનો ત્રીજો સપ્તાહ ચાલી રહ્યો છે અને શો ટીઆરપીની યાદીમાં સાતમા ક્રમે પહોંચી ગયો છે. બીજી તરફ અમિતાભ બચ્ચન તાજેતરમાં જ મુકેશ અંબાણીની ગણેશ ચતુર્થીની ઉજવણીમાં પત્ની જયા બચ્ચન અને પુત્ર અભિષેક બચ્ચન સાથે પહોંચ્યા હતા. આ પ્રસંગે તેઓએ સફેદ રંગનો ડ્રેસ પહેર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, મુંબઈમાં કેટલો વરસાદ પડ્યો હતો અને કેટલો પડી રહ્યો છે તે ફોટો  મારફતે સમજી શકાય છે. આર્થિક રાજધાની મુંબઈનાં આજે ધબકારા જાણે બંધ થઇ ગયા છે. ચારે દિશામાં જ્યા નજર પડે ત્યા પાણી જ પાણી જોવા મળી રહ્યુ છે. અહી ઘણી ટ્રેનો અને ફ્લાઇટ્સ ભારે વરસાદનાં કારણે પ્રભાવિત થઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.