Not Set/ અલ્પેશ ઠાકોરના હાલ “ન ઘરના કે ન ઘાટના” જેવા, આમંત્રણ પત્રિકામાં નામની બાદબાકી

અલ્પેશ ઠાકોરના હાલ ન ઘરના કે ન ઘાટના જેવા થઇ રહયા છે. તેમા પણ પરેશાની પીછો ન છોડતી હોય તેમ ઓછુ થવાની નામ લેતી નથી. થોડા દિવસ પહેલા પેટા-ચૂંટણી મામલે ભાજપની શિસ્તના લીરા ઉડાળવાનાં આક્ષેપોથી ભાજપમાં નારાજગી તો છે અને સમાજની નારાજગી પણ હવે સપાટી પર આવી ગઇ હોવાનું આંખે ઉડીને વળગી રહ્યું છે. જી […]

Top Stories Gujarat Others

અલ્પેશ ઠાકોરના હાલ ન ઘરના કે ન ઘાટના જેવા થઇ રહયા છે. તેમા પણ પરેશાની પીછો ન છોડતી હોય તેમ ઓછુ થવાની નામ લેતી નથી. થોડા દિવસ પહેલા પેટા-ચૂંટણી મામલે ભાજપની શિસ્તના લીરા ઉડાળવાનાં આક્ષેપોથી ભાજપમાં નારાજગી તો છે અને સમાજની નારાજગી પણ હવે સપાટી પર આવી ગઇ હોવાનું આંખે ઉડીને વળગી રહ્યું છે. જી હા આવો જ કિસ્સો સામે આવ્યો છે.

રાધનપુરમાં યોજાનારા જળજીલણી અગિયારસની શોભાયાત્રાની આમંત્રણ પત્રિકામાંથી અલ્પેશ ઠાકોરની બાદબાકી કરાઇ છે. આ આમંત્રણ પત્રિકામાં ભાજપ અને કોંગ્રેસનાં તમામ મોટા આગેવાનોનુ નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પણ આ આમંત્રણ પત્રિકામાંથી અલ્પેશ ઠાકોરનું નામ કાપી નાખવામાં આવ્યુ છે.

આમંત્રણ પત્રિકામાંથી અલ્પેશ ઠાકોરનું નામ કાપી નાખવું તે, સ્પષ્ટ રીતે સાબિત કરે છે કે અલ્પેશ ઠાકોરને લઇને ઠાકોરસેના રોષમાં છે. કારણ કે આ કાર્યક્રમનું આયોજન ઠાકોર સમાજના સંગઠા દ્વારા જ કરવામાં આવે છે. એટલે તેના કાર્યક્રમાંથી અલ્પેશ ઠાકોરની બાદબાકી થવી તે અલ્પેશ ઠાકોર માટે એક રાજકીય સંકટ જ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન