Not Set/ સાબરકાંઠા પોલીસનો નવતર અભિગમ : પદયાત્રીઓની સલામતી માટે લગાવાયા રેડિયમ બેલ્ટ 

ભાદરવી પૂનમના મહામેળામાં મોટી સંખ્યમાં ભાવિક ભક્તો માતા અંબાના દર્શને સાબરકાંઠાના માર્ગો પરથી પસાર થાય છે આ પદયાત્રીકોની સુરક્ષા અને સલામતી માટે સાબરકાંઠા જિલ્લા પોલીસે નવતર અભિગમ અપનાવી પદયાત્રીઓને રેડિયમ બેલ્ટ લગાવવાનું કાર્ય હાથ ધર્યુ છે. જિલ્લામાંથી અંબાજી માતાજી ના દર્શન કરવા લોકો પગપાળા સંઘો લઈને જતા હોઈ તેમને અકસ્માતથી રક્ષણ મળે અને લોકોમા જાગૃતિ […]

Top Stories Gujarat Others

ભાદરવી પૂનમના મહામેળામાં મોટી સંખ્યમાં ભાવિક ભક્તો માતા અંબાના દર્શને સાબરકાંઠાના માર્ગો પરથી પસાર થાય છે આ પદયાત્રીકોની સુરક્ષા અને સલામતી માટે સાબરકાંઠા જિલ્લા પોલીસે નવતર અભિગમ અપનાવી પદયાત્રીઓને રેડિયમ બેલ્ટ લગાવવાનું કાર્ય હાથ ધર્યુ છે.

જિલ્લામાંથી અંબાજી માતાજી ના દર્શન કરવા લોકો પગપાળા સંઘો લઈને જતા હોઈ તેમને અકસ્માતથી રક્ષણ મળે અને લોકોમા જાગૃતિ લાવવાના ભાગ રૂપે સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ચૈતન્ય મંડલિકના માર્ગદર્શન હેઠળ તા. ૮ અને ૯ સપ્ટેમ્બરના રોજ  પગપાળા ચાલતા ભક્તજનોના થેલા પાછળ રેડિયમ બેલ્ટ લગાવવામાં આવ્યા હતા આ ઉપરાંત રાત્રી અંધકારમાં રસ્તામાં પસાર થતા વાહનોના ડ્રાઇવર પદયાત્રીઓનુ ધ્યાન રાખી વાહન હંકારે અને અકસ્માત નિવારણ થાય તે માટે વાહનોની પાછળ પણ રિફ્લેક્ટર લગાવવામાં આવ્યા હતા. જયારે સીટી ટ્રાફિક, હાઇવે ટ્રાફિક, હેડક્વાર્ટર સ્ટાફ દ્રારા મોતીપુરા સર્કલ હિંમતનગર  ખાતે પદયાત્રીઓને માર્ગ સલામતીને ધ્યાનમાં રાખવાની બાબતો થી વાકેફ કર્યા હતા.

આ ઉપરાંત હિંમતનગર લો કોલેજ ના પ્રિન્સિપાલ ડૉ. પંડ્યા તથા પ્રોફેસરો અને લો કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા હિંમતનગર શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થતા પદયાત્રીઓને સ્વચ્છતાનો સંદેશ આપી સફાઇ કામગીરી હાથ ધરી હતી .

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.