અમદાવાદ
અમદાવાદમાં વહેલી સવારથી જ મેઘો મન મુકી વરસી રહ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.ધીમીધારે વરસાદ વરસતા રોડ રસ્તા ભીના થયા છે.સવારથી જ ઝાંકળછાયું વાતાવરણ સર્જાતા વાહનચાલકોને હાલાકી ભોગવવી પડી હતી. હવામાન વિભાગ દ્વારા રાજ્યભરમાં વરસાદ વરસશે તેવી આગાહી કરવામાં આવી છે.જેના પગલે હાલ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.
ખેડા
ખેડા જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. નડિયાદમાં મોડી રાતથી મેઘરાજાએ એન્ટ્રી કરી છે.નડિયાદ સહિત ખેડા જિલ્લાના 10 તાલુકામાં મેઘમહેર વરસી છે.નડિયાદમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા શહેરીજનો મુશ્કેલીમાં મુકાયા હતા.વસો, માતર, ખેડા, મહેમદાવાદ, કઠલાલ, કપડવંજ, મહુધા, ઠાસરા, ગળતેશ્વર સહિત નડિયાદમાં મેઘો વરસ્યો છે.વરસાદના પગલે ધરતીપુત્રો ખુશખુશાલ થયો છે..
સુરત
તો આ તરફ સુરત શહેરમાં પણ વરસાદે માજા મુકી છે.શહેરના વિવિઘ વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદ વરસ્યો.રાંદેર, અડાજણ અને અઠવા વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો.અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.મહત્વનું છે કે મેઘરાજાએ સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં બારે મેઘ ખાંગા કર્યા છે.તો હજુ પણ આગામી દિવસોમાં દક્ષિણમાં મેઘ મહેર યથાવત્ રહેવાના એંધાણ વર્તાયા છે.
અરવલ્લી
રાજ્યમાં વરસાદી માહોલ યથાવત્ છે ત્યારે અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે.. છેલ્લા 24 કલાકમાં મોડાસા અને મેઘરજમાં બે ઇંચ વરસાદ નોંધાયો છે. તો ભિલોડામાં એક ઇંચ વરસાદ ખાબક્યો છે. જિલ્લામાં રાત્રિ દરમિયાન વરસાદે માજા મુકી હતી. હવામાન વિભાગે વ્યક્ત કરેલી આગાહી મુજબ ચોતરફ વરસાદી માહોલ સર્જાયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
