પશ્ચિમ બંગાળમાં નવો મોટર વિહીકલ એક્ટ અને નવા દંડનાં માપદંડ લાગુ થશે નહીં. પં.બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ નવા નિયમો અને દંડનાં માપદંડને લોકો માટે બોજો રૂપ કહ્યા છે. પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનર્જીનાં મત અનુસાર નવો મોટર વ્હીકલ એક્ટ, (કાયદો) લોકો પર બોજો છે.
હાલા કે આ કાયદામાં અને દંડની રકમમાં સરકાર દ્વારા લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ફેરફારો કરવામા આવ્યા હતા પરંતુ દંડની તોતીંગ રકમોને કારણે દેશભરમાં ઉહાપો જોવા મળી રહ્યો છે. તો ગુજરાત સરકાર દ્વારા આ નિયમો થોડા હળવા કરી દેવામાં આવ્યા છે. અને ટ્રાન્સપોર્ટ મંત્રી નીતિન ગડકરી દ્વારા પણ જાહેરાત કરવામાં આવી હતી કે, રાજ્ય સરકાર પોતાની પરિસ્થિતિ અને રાજ્ય પ્રમાણે માપદંડમાં ફેરફાર કરી શકે છે.
છતા પણ પોતાની અક્કડ અને મક્કમ છાપ ધરાવતા બંગાળનાં મુખ્યંમંત્રી દ્વારા આ કાયદાને લોકો માટે બોજો ગણાવી લાગુ કરવાનો સાફ સાફ ઇનકાર કરી દેવામાં આવ્યો છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
