અમદાવાદ,
અમદાવાદના નારોલ વિસ્તારમાં લાંચના આરોપનો સામનો કરતી મહિલા તલાટીએ પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું હતું. મહિલા તલાટી શિતલ વેગડા મણિનગર ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા હતા. દરમિયાન પાંચ મહિના અગાઉ લાંચનો કેસ થયો હતો. દરમિયાન મહિલા તલાટીએ ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. આ બનાવની જાણ થતા જ પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી ગઈ હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે જણાવ્યા અનુસાર નારોલની શ્રીનાથ રેસિડેન્સીમાં રહેતા શીતલ વેગડા પર લાંચ લેવાનો આરોપ લાગ્યો હતો. શીતલ વેગડા સામે 14 મે 2019ના રોજ વારસાઈનું પ્રમાણપત્ર કાઢી આપવા રૂપિયા 4000ની લાંચની ટ્રેપ થઈ હતી.
મહત્વનુ છે કે લાંચના ગુનામાં એસીબીએ ધરપકડ કરી હતી. પોલીસને શીતલ વેગડાની સુસાઇડ નોટ પણ મળી છે જેના આધારે નારોલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
