Not Set/ અયોધ્યા વિવાદ : મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવનને FB પર મળી ધમકી, -કોર્ટની બહાર જોઈ લઈશું….!!

અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચ સુનાવણી સાથે આજે પણ ચાલુ રહેશે. સુન્ની વકફ બોર્ડના વકીલ રાજીવ ધવન આજે સુનાવણીના 22માં દિવસે પોતાની રાજુઆતો કરશે. અયોધ્યામાં રામ મંદિર-બાબરી મસ્જિદ જમીન વિવાદ કેસની સુનાવણી આજે 22 માં દિવસે પણ સ્ક્મ સુનાવણી ચાલુ છે. વરિષ્ઠ વકીલ રાજીવ ધવન મુસ્લિમ પક્ષ વતી પોતાની દલીલો રજૂ કરી રહ્યા છે. […]

Top Stories India

અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચ સુનાવણી સાથે આજે પણ ચાલુ રહેશે. સુન્ની વકફ બોર્ડના વકીલ રાજીવ ધવન આજે સુનાવણીના 22માં દિવસે પોતાની રાજુઆતો કરશે.

અયોધ્યામાં રામ મંદિર-બાબરી મસ્જિદ જમીન વિવાદ કેસની સુનાવણી આજે 22 માં દિવસે પણ સ્ક્મ સુનાવણી ચાલુ છે. વરિષ્ઠ વકીલ રાજીવ ધવન મુસ્લિમ પક્ષ વતી પોતાની દલીલો રજૂ કરી રહ્યા છે. પોતાની રજૂઆતો શરૂ કરતાં પહેલા ધવને તેમણે ફેસબુક પર મળેલી ધમકીનો ઉલ્લેખ કર્યો હતો. ટોચની અદાલતે તેમને પૂછ્યું કે તેમને સુરક્ષાની જરૂર છે? ત્યારબાદ ધવને તેનો ઇનકાર કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ગઈકાલે ધવને તેમની અરજીમાં કહ્યું હતું કે, 22 ડિસેમ્બર 1949 ના રોજ થયેલી ભૂલને ચાલુ રાખી શકાતી નથી. શું હિન્દુ પક્ષો ભૂલ ચાલુ રાખવાના આધારે પોતાની માલિકીનો દાવો કરી શકે છે? તે આવો દાવો કરી શકતો નથી.

સુન્ની વકફ બોર્ડના વકીલ રાજીવ ધવને ગઈકાલે કહ્યું હતું કે બંધારણીય બેંચે બે પાસાઓ જોવાની છે. પ્રથમ માલિકી વિવાદિત અને બીજું પાસું એ છે કે ખોટું કૃત્ય સતત ચાલુ રાખી શકાય છે કે નહીં.

ધવને ધમકીનો ઉલ્લેખ કર્યો છે

અયોધ્યા કેસની સુનાવણીના 22 મા દિવસે મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને એકવાર સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે તેમને ધમકી આપવામાં આવી છે. ધવને કહ્યું કે મને ફેસબુક પર એક સંદેશ મળ્યો. જેમાં લખ્યું છે કે તમે હવે કોર્ટમાં છો, જ્યારે તમે કોર્ટમાં નહીં હોવ ત્યારે તમને જોઈ લઈશું. ધવને કહ્યું કે વાતાવરણ એટલી હદે દોહલાઈ ગયું છે કે, કોર્ટની કાર્યવાહીમાં અવરોધ લાવવાનો આ પ્રયાસ છે. શું હું દર વખતે કોર્ટમાં ફરિયાદ જ  કરતો રહીશ?

આ અંગે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું કે તમારી સુરક્ષા માટે અમે એક આદેશ જારી કરીએ છીએ. ત્યારે ધવને કહ્યું, માય લોર્ડ, હું કોઈ પણ પ્રકારની સલામતી નથી ઇચ્છતો,  ત્યારે કોર્ટે કહ્યું કે તમે પ્રભાવિત થયા વિના દલીલ કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.