Not Set/ પૂર્વ PM ડો. મનમોહનસિંહે અર્થવ્યવસ્થામાં સુધાર માટે સૂચવ્યાં આ 5 પગલાં

નોટબંધી અને જીએસટી જેવા સરકારી પગલાંને દોષી સરકારે હેડલાઇન મેનેજમેન્ટની ટેવમાંથી બહાર નીકળવું પડશે પહેલાં સ્વીકારવું પડશે કે, દેશ મંદીમાંથી પસાર થઈ રહ્યો છે ડો. સિંહે સૂચવ્યાં ચાવી રૂપ પાંચ પગલાં પૂર્વ વડા પ્રધાન અને અર્થશાસ્ત્રી ડો. મનમોહનસિંહે કહ્યું છે કે પાંચ પગલાં ભરીને વર્તમાન અર્થવ્યવસ્થામાં સુધારો થઈ શકે છે. પૂર્વ વડાપ્રધાને વર્તમાન આર્થિક પરિસ્થિતિ […]

Top Stories India
  • નોટબંધી અને જીએસટી જેવા સરકારી પગલાંને દોષી
  • સરકારે હેડલાઇન મેનેજમેન્ટની ટેવમાંથી બહાર નીકળવું પડશે
  • પહેલાં સ્વીકારવું પડશે કે, દેશ મંદીમાંથી પસાર થઈ રહ્યો છે
  • ડો. સિંહે સૂચવ્યાં ચાવી રૂપ પાંચ પગલાં
પૂર્વ વડા પ્રધાન અને અર્થશાસ્ત્રી ડો. મનમોહનસિંહે કહ્યું છે કે પાંચ પગલાં ભરીને વર્તમાન અર્થવ્યવસ્થામાં સુધારો થઈ શકે છે. પૂર્વ વડાપ્રધાને વર્તમાન આર્થિક પરિસ્થિતિ માટે નોટબંધી અને જીએસટી જેવા સરકારી પગલાંને દોષી ઠેરવ્યા છે. આ માધ્યમ દ્વારા લેવામાં આવીલી મુલાકાતમાં મનમોહનસિંહે કહ્યું છે કે આ પાંચ પગલા લાગુ કરતાં પહેલાં સ્વીકારવું પડશે કે, દેશ મંદીમાંથી પસાર થઈ રહ્યો છે.
મનમોહન સિંઘ
કેન્દ્ર સરકારે નિષ્ણાંતો અને લોકશાહીનાં તમામ હિસ્સેદારો સાથે ખુલ્લા મન સાથે વાત કરવાની રહેશે. તેમણે કહ્યું કે આ મામલે કેન્દ્ર સરકારનો કોઈ કેન્દ્રિત અભિગમ દેખાતો નથી. ડો. મનમોહનસિંહે વધુંમાં કહ્યું હતું કે, મોદી સરકારે હેડલાઇન મેનેજમેન્ટની ટેવમાંથી બહાર નીકળવું પડશે. મનમોહનસિંહે પાંચ પગલાની રૂપરેખા આપી છે.  જેમાં જીએસટીને તર્કસંગત બનાવવો પડશે. તેમણે કહ્યું કે તોમાં ટૂંકા સમય માટે ટેક્સનું નુકસાન થશે.

બીજા પગલા અંગે મનમોહનસિંહે કહ્યું કે સરકારે ગ્રામીણ વપરાશ વધારવા અને કૃષિ ક્ષેત્રને પુનર્જીવિત કરવા માટે નવી રીતો શોધવી પડશે. તેમણે કહ્યું કે આ અંગે કોંગ્રેસના મેેનીફેસ્ટોમાં નક્કર વિકલ્પો આપવામાં આવ્યા છે. આમાં, કૃષિ બજારોને મુક્ત કરવું પડશે જેથી લોકોને પૈસા મળી રહે.

શિવસેનાએ મોદી સરકારને આપી સલાહ : અર્થતંત્ર અંગે મનમોહન સિંહની સલાહ સ્વીકારો

મનમોહનસિંહે ત્રીજી પગલું સમજાવ્યું કે મૂડી નિર્માણ માટે દેવાની અછતને દૂર કરવી પડશે. ચોથું પગલું ટેક્સટાઇલ, ઓટોમોબાઇલ્સ, ઇલેક્ટ્રોનિક્સ અને પરવડે તેવા આવાસ જેવા કી ક્ષેત્રને ફરી જીવંત કરવાનું જણાવવામાં આવ્યું છે.

મનમોહનસિંહે પાંચમાં પગલા વિશે જણાવ્યું હતું કે આપણે યુએસ-ચીનમાં ચાલી રહેલા વેપાર-યુદ્ધને કારણે ખુલતા નવા નિકાસ બજારોને ઓળખવાની જરૂરીયાત છે. તે યાદ રાખવું જોઈએ કે ચક્રીય અને માળખાકીય સમસ્યાઓ બંનેને હલ કરવાની જરૂર છે. માત્ર ત્યારે જ આપણે 3-4 વર્ષમાં ઉચ્ચ વૃદ્ધિ દર મેળવી શકીશું.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.